જયારે તમારા માંથી કોઈ વ્યક્તિ મસ્જિદમાં દાખલ થાય તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ અને સલામ મોકલે અને આ દુઆ…

જયારે તમારા માંથી કોઈ વ્યક્તિ મસ્જિદમાં દાખલ થાય તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ અને સલામ મોકલે અને આ દુઆ પઢે: "અલ્લાહુમ્મફ્ તહલી અબ્વાબ રહ્-મતિક્: અર્થ: (હે અલ્લાહ! તું મારા માટે રહેમતના દરવાજા ખોલી નાખ)

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જયારે તમારા માંથી કોઈ વ્યક્તિ મસ્જિદમાં દાખલ થાય તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ અને સલામ મોકલે અને આ દુઆ પઢે: "અલ્લાહુમ્મફ્ તહલી અબ્વાબ રહ્-મતિક્: અર્થ: (હે અલ્લાહ! તું મારા માટે રહેમતના દરવાજા ખોલી નાખ), અને જયારે બહાર નીકળે તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ અને સલામ મોકલે અને આ દુઆ પઢે: "અલ્લાહુમ્મઅ સિમ્ની મિનશ્ શૈતાનિર્ રજીમ" (અર્થ: હે અલ્લાહ મને તે ધ્રુત્કારેલા શૈતાનથી સુરક્ષિત રાખ)», અને શાશક માટે: «જયારે તે મસ્જિદ માંથી નીકળે તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ અને સલામ મોકલે અને આ દુઆ પઢે: "અલ્લાહુમ્મ અજિર્ની મિનશ્ શૈતાનિર્ રજીમ" (અર્થ: હે અલ્લાહ મને તે ધ્રુત્કારેલા શૈતાનથી સુરક્ષિત રાખ)».

[હસન] [رواه ابن ماجه والحاكم]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મસ્જિદમાં પ્રવેશ કરતી વખ્તે એક મુસલમાનને માર્ગદર્શન આપ્યું કે તે આ શબ્દો દ્વારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ મોકલે: "અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદ", ફરી આ દુઆ પઢે: "અલ્લાહુમ્મફ્ તહલી અબ્વાબ રહ્-મતિક્: અર્થ: (હે અલ્લાહ! તું મારા માટે રહેમતના દરવાજા ખોલી નાખ). અને જયારે બહાર નીકળે તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ અને સલામ મોકલે અને આ દુઆ પઢે: "અલ્લાહુમ્મઅ સિમ્ની મિનશ્ શૈતાનિર્ રજીમ" (અર્થ: હે અલ્લાહ મને તે ધ્રુત્કારેલા શૈતાનથી સુરક્ષિત રાખ)», અને બીજી હદીષમાં શાશક આ દુઆ પઢે: "અલ્લાહુમ્મ અજિર્ની મિનશ્ શૈતાનિર્ રજીમ" (અર્થ: હે અલ્લાહ મને તે ધ્રુત્કારેલા શૈતાનથી સુરક્ષિત રાખ)».

فوائد الحديث

મસ્જિદમાં પ્રવેશ કરતી વખતે અને નીકળતી વખતે આ દુઆ પઢવાની યોગ્યતા.

દુઆ પઢવી દરેક મસ્જિદ માટે છે, અહીં સુધી કે મસ્જિદે હરામ માટે પણ.

પ્રવેશ કરતી વખતે દયા અને નીકળતી વખતે શૈતાનથી સુરક્ષાનું વર્ણન ખાસ કરીને કરવામાં આવ્યું; કારણકે દાખલ થનાર વ્યક્તિ તેમાં વ્યસ્ત હોય જે બાબતો તેને અલ્લાહ અને જન્નતની નજીક કરે છે, તેથી તેના માટે દયાનું વર્ણન કરવું શ્રેષ્ઠ છે, અને જ્યારે તે બહાર નીકળે છે, તો તેને દુનિયાની વિક્ષેપો અને ચિંતાઓ સાથે છોડી દેવામાં આવે છે, તેથી તેના માટે અલ્લાહની સુરક્ષા અને રક્ષણની વિનંતી કરવી શ્રેષ્ઠ છે.

التصنيفات

મસ્જિદ માટે કેટલાક આદેશો