મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ડાબે અને જમણે (નમાઝ પૂર્ણ કરી) સલામ ફેરવતા જોયા, અહીં સુધી કે આપના…

મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ડાબે અને જમણે (નમાઝ પૂર્ણ કરી) સલામ ફેરવતા જોયા, અહીં સુધી કે આપના ગાલની સફેદી દેખાવા લગતી

સઅદ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ડાબે અને જમણે (નમાઝ પૂર્ણ કરી) સલામ ફેરવતા જોયા, અહીં સુધી કે આપના ગાલની સફેદી દેખાવા લગતી.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

સઅદ બિન્ અબી વક્કાસ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે તેઓ જયારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને નમાઝ પૂર્ણ કરી ડાબે અને જમણે સલામ ફેરવતા જોયા, તો ગાલની સફેદી દેખાવા લાગી.

فوائد الحديث

ડાબે અને જમણી બાજી ફરતી વખતે વધારો કરી શકાય છે.

ડાબી અને જમણી બાજુ સલામ કરી શકાય છે.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: જો કોઈ વ્યક્તિ બંને સલામ પોતાની ડાબી અને જમણી અથવા તેની આગળ તરફ મોઢું કરે અથવા પહેલા ડાબી બાજુ અને બીજી વખત જમણી બાજુ કરે, તો તેની નમાઝ યોગ્ય ગણાશે અને તેના બંને સલામ થઇ જશે, પરંતુ તે જે સલામ કરવાની મહત્ત્વતા છે તેનાથી વંચિત રહી જશે.

التصنيفات

નમાઝની સુન્નતો, નમાઝનો તરીકો