જો લોકો જાણી લેતા કે પહેલી સફ અને અઝાન આપવામાં કેટલો ભવ્ય સવાબ છે, પછી તેમની વચ્ચે ચિઠ્ઠી ઉછાળવા સિવાય બીજો કોઈ…

જો લોકો જાણી લેતા કે પહેલી સફ અને અઝાન આપવામાં કેટલો ભવ્ય સવાબ છે, પછી તેમની વચ્ચે ચિઠ્ઠી ઉછાળવા સિવાય બીજો કોઈ ઉપાય ન રહેતો તો તેઓ તેના માટે એ પ્રમાણે જ કરતા

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જો લોકો જાણી લેતા કે પહેલી સફ અને અઝાન આપવામાં કેટલો ભવ્ય સવાબ છે, પછી તેમની વચ્ચે ચિઠ્ઠી ઉછાળવા સિવાય બીજો કોઈ ઉપાય ન રહેતો તો તેઓ તેના માટે એ પ્રમાણે જ કરતા અને જો લોકોને જાણ થઈ જાય કે નમાઝ પઢવા માટે વહેલા આવવામાં કેટલો ભવ્ય સવાબ છે, તો તેના માટે તેઓ એકબીજા કરતા આગળ વધવાનો પ્રયત્ન કરતા, અને જો લોકોને જાણ થઈ જાય કે ઇશાની નમાઝ અને ફજરની નમાઝ પઢવાનો કેટલો ભવ્ય સવાબ છે તો થાપા ઘસેડીને પણ તેના માટે આવતા».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે કે જો લોકોને જાણ થઈ જાય કે અઝાન અને પહેલી સફનો કેટલો ભવ્ય સવાબ, બરકત અને કૃપા પ્રાપ્ત થશે તો તેઓ તેના માટે અર્થાત અઝાન અને પહેલી સફમાં નમાઝ પઢવા માટે લોકોની ભીડના કારણે ચિઠ્ઠી સિવાય બીજો કોઈ ઉપાય ન જોતા, તો તેઓ ચિઠ્ઠી ઉછાળતા, જેનું નામ નીકળે તે અઝાન આપે અને પહેલી સફમાં ઉભો રહે, જો લોકોને એ પણ જાણ થઈ જાય કે તકબીરે તહરીમાં સાથે નમાઝ પઢવાનો કેટલો સવાબ છે તો તેઓ એકબીજાથી આગળ વધવાનો પ્રયત્ન કરતા અને જો તેમને ઇશા અમે ફજરની નમાઝના મળતા સવાબનો અંદાજો આવી જાય તો શિશુ જાત બાળક જે પ્રમાણે પોતાના થાપા ખસેડી આગળ વધતો હોય છે એ જ પ્રમાણે લોકો પણ તે નમાઝમાં જરૂર હાજર રહેતા.

فوائد الحديث

અઝાન આપવાની મહત્ત્વતાનું વર્ણન.

પહેલી સફમાં ઉભા રહેવું તેમજ ઇમામની નજીક ઉભા રહેવાની મહત્ત્વતાનું વર્ણન.

તકબીર તહરીમા સાથે નમાઝ પઢવાનું વર્ણન કે તેને મુસ્તહબ સમયમાં પઢવામાં આવે; તેની મહાનતા અને કૃપા ઘણી છે, તેમજ તેના ઘણા ફાયદા છે, જેમ કે: પ્રથમ સફમાં નમાઝ પઢવાનો સવાબ, નમાઝ તેના અવ્વલ સમયમાં પઢવાનો સવાબ, નફિલ નમાઝનો સવાબ, કુરઆન મજીદની કિરાત કરવાનો સવાબ, ફરિશ્તાઓ તરફથી માફીની મહાનતા, જ્યાં સુધી તે નમાઝની રાહ જોઈ રહ્યો હોય.

બન્ને નમાઝોને જમાઅત સાથે પઢવા પર ઉભાર્યા છે તેમાં ભવ્ય ભલાઈ છે, કારણકે તે બન્ને નમાઝ વ્યક્તિની ઊંઘની શરૂઆતમાં તેમજ અંતમાં ડિસ્ટર્બ કરે છે, એટલા માટે જ તો મુનાફિકો માટે સખત ભારે નમાઝો છે.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: જ્યારે કોઈ કાર્યમાં ભીડ અથવા ઝઘડો થવાની સંભાવના હોય, ત્યારે ચિઠ્ઠી ઉછાળવાની યોગ્યતા જોવા મળે છે.

બીજી સફનું મહત્વ ત્રીજી સફ કરતા વધારે હોય છે એવી જ રીતે ચોથી સફ કરતા ત્રીજી સફનું મહત્વ વધારે હોય છે, આ પ્રમાણે જ નીચેની દરેક સફોનો દરજ્જો રહેશે.

التصنيفات

સદ્ગુણો, નમાઝની સુન્નતો