إعدادات العرض
આ પ્રકારની અજ્ઞાનતાની વાતો છોડી દો; કારણકે અત્યંત ખરાબ વાતો છે
આ પ્રકારની અજ્ઞાનતાની વાતો છોડી દો; કારણકે અત્યંત ખરાબ વાતો છે
જાબિર બિન્ અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અમે એક અભિયાન પર હતા, એક મુહાજિર (હિજરત કરનાર) વ્યક્તિએ અન્સાર (સહાયકો) ના એક વ્યક્તિને ધક્કો માર્યો, અન્સારના વ્યક્તિએ બુમ પાડી: હે અન્સારીઓ! મદદ કરો, અને મુહાજિર વ્યક્તિએ પણ બુમ પાડી: હે મુહાજિરો! મદદ કરો, તો અલ્લાહએ પોતાના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આ સંભળાવ્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ શું છે?», તો લોકોએ કહ્યું: એક મુહાજિર (હિજરત કરનાર) વ્યક્તિએ અન્સારના એક વ્યક્તિને ધક્કો માર્યો, અન્સારના વ્યક્તિએ બુમ પાડી: હે અન્સારીઓ! મદદ કરો, અને મુહાજિર વ્યક્તિએ પણ બુમ પાડી: હે મુહાજિરો! મદદ કરો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ પ્રકારની અજ્ઞાનતાની વાતો છોડી દો; કારણકે અત્યંત ખરાબ વાતો છે», જાબિર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: જયારે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીનહ આવ્યા તો અન્સારી સહાબાની સંખ્યા વધારે હતી, પરંતુ આગળ જતા મુહાજિર સહાબાઓની સંખ્યા વધી ગઈ, તો અબ્દુલ્લાહ ઇબ્ને ઉબઈએ કહ્યું: શું ખરેખર તે લોકોએ આમ કર્યું, અલ્લાહની કસમ, જયારે આપણે મદીનહ પાછા ફરીશું, ત્યારે અમારા માંથી સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિ સૌથી અપમાનિત વ્યક્તિને કાઢી મુકશે, તો ઉમર બિન્ ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ! મને પરવાનગી આપો, હું આ મુનાફિક (દંભી) વ્યક્તિને કતલ કરી દઉં, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેને છોડી દો, જેથી લોકો એમ ન કહે કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સાથીઓને કતલ કરે છે».
الترجمة
العربية Português دری Македонски Magyar Tiếng Việt ქართული Kurdî বাংলা ไทย অসমীয়া Nederlands ਪੰਜਾਬੀ Bahasa Indonesia Kiswahili Hausa ភាសាខ្មែរ Englishالشرح
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના મુહાજિર અને અન્સાર સહાબા સાથે એક અભિયાન પર સફર કરી રહ્યા હતા, મુહાજિર સહાબા માંથી એક વ્યક્તિએ પોતાના હાથ વડે એક અન્સાર વ્યક્તિની પીઠ પર પ્રહાર કર્યો. તો અન્સારીએ કહ્યું: હે અન્સારના લોકો! મારી મદદ કરો, અને મુહાજિર વ્યક્તિએ કહ્યું: હે હિજરત કરનાર લોકો! મારી મદદ કરો, તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ સંભાળ્યું, તો કહ્યું: આ શું છે? તો લોકોએ કહ્યું: મુહાજિર સહાબા માંથી એક વ્યક્તિએ પોતાના હાથ વડે એક અન્સાર વ્યક્તિની પીઠ પર પ્રહાર કર્યો, તો અન્સારીએ કહ્યું: હે અન્સારના લોકો! મારી મદદ કરો, અને મુહાજિર વ્યક્તિએ કહ્યું: હે હિજરત કરનાર લોકો! મારી મદદ કરો. તો પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: આ પ્રકારના અજ્ઞાનતાના સમયના (ઇસ્લામ પહેલાના) રીવાજો છોડી દો; કારણકે તે અત્યંત ખરાબ, ઘૃણાસ્પદ અને હાનિકારક છે; તે એ છે કે જયારે કોઈ વ્યક્તિ પોતાના વિરોધી સમક્ષ હારી જાય છે, તો પોતાના લોકોને બોલાવે છે, અને તેઓ તેની મદદ કરવા દોડી આવે છે, પછી ભલેને તે અત્યાચારી હોય કે પીડિત, અજ્ઞાનતા અને કટ્ટરતાના કારણે. જાબિર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: જયારે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીનહ આવ્યા તો અન્સારી સહાબાની સંખ્યા વધારે હતી, પરંતુ આગળ જતા મુહાજિર સહાબાઓની સંખ્યા વધી ગઈ. તો મુનાફિકોના વડા અબ્દુલ્લાહ ઇબ્ને ઉબઈ ઇબ્ને સલૂલએ કહ્યું: શું ખરેખર વાત અહીં સુધી પહોંચી ગઈ છે? અલ્લાહની કસમ, જયારે આપણે મદીનહ પાછા ફરીશું, ત્યારે અમારા માંથી સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિ -અર્થાત્ તે પોતે અને તેના સાથીઓ- સૌથી અપમાનિત -અર્થાત્ નબી લ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આપના સહાબા-ને બહાર કાઢી મુકશે. તો ઉમર બિન્ ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ! મને પરવાનગી આપો, હું આ મુનાફિક (દંભી) વ્યક્તિને કતલ કરી દઉં, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેને છોડી દો, જેથી લોકો એમ ન કહે કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સાથીઓની હત્યા કરે છે.فوائد الحديث
ઇસ્લામ પૂર્વેના અજ્ઞાન યુગની દોષિત પ્રથાઓ અને પરંપરાઓ પર પ્રતિબંધ, પછી ભલે તે વાણી દ્વારા હોય કે ક્રિયા દ્વારા, ખરેખર ઇસ્લામ લોકોને તેનાથી દૂર રાખવા અને તેમને તેમના માટે શું યોગ્ય છે તે તરફ માર્ગદર્શન આપવા માટે આવ્યો હતો.
ખોટા પક્ષપાત વિરુદ્ધ ચેતવણી અને તેના પ્રત્યે સાવચેતી, જેમ કે કોઈ ખરાબ અને ગંદી વસ્તુથી સાવધાની.
આ હદીષમાં દુશ્મની અને દ્વેષને ઉશ્કેરતી દરેક વસ્તુ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ પ્રકારના કાર્યોનું નામ પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અજ્ઞાનતાના સમય (ઇસ્લામ પહેલાના) કાર્યો તેની નાપસંદગીના કારણે લીધી, કારણકે તે અજ્ઞાનતા રીવાજો માંથી એક રીવાજ હતો, જે દુન્યવી બાબતો અને તેની સાથે જોડાયલી બાબતોમાં ખાનદાનનો પક્ષપાત હતો, અને અજ્ઞાનતાના સમયે લોકો પોતાના અધિકારો માટે ખાનદાન અને જાતિ દ્વારા પ્રાપ્ત કરતા હતા, તેથી ઇસ્લામ તેને ખત્મ કરવા માટે આવ્યો, અને બાબતોને શરઈ આદેશો સાથે જોડી, જો કોઈ વ્યક્તિ બીજા પર પ્રહાર કરે છે, તો જજ તે બંને વચ્ચે નિર્ણય કરશે, અને તે ઇસ્લામના નિયમોનું પાલન કરવા માટે બંધાયેલો છે.
ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ દ્વારા જાણવા મળે છે કોઈને એટલા માટે ટેકો અને સહકાર આપવો કે તે પોતાના કબીલાનો છે, જેમકે ઇસ્લામ પૂર્વના લોકોની આ પ્રથા હતી તે અવૈધ છે, તેથી દરેક માટે પોતાના કબીલા વાળાને મદદ માટે પોકારવાની કોઈ માન્યતા નથી, પરંતુ સત્યનો સાથ આપવો દરેક મોમિનની ફરજો માંથી છે, ભલેને તે વ્યક્તિ (મદદનો જરૂરતમંદ) પોતાના કબીલાનો હોય કે ન હોય.
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આપના સહાબાઓ પ્રત્યે અપશબ્દોનો ઉપયોગ કરવો મુનાફિકો (દંભીઓ) ની આદત ગણવામાં આવી છે.
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મુનાફિકો તરફથી આવતા નુકસાન પર અત્યંત ધીરજ રાખતા હતા.
તે દરેક કાર્ય પર પ્રતિબંધ જે લોકોને ઇસ્લામ સ્વીકારવાથી રોકે, એટલા માટે જ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મુનાફિકોને મારવાથી રોક્યા, જેથી લોકો એમ ન કહે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સાથીઓને કતલ કરે છે.
التصنيفات
નિંદનીય અખલાક