إعدادات العرض
એક મોમિન સતત પોતાના દીનની વિશાળતામાં રહે છે, જ્યાં સુધી તે કોઈ અયોગ્ય કત્લ ન કરે
એક મોમિન સતત પોતાના દીનની વિશાળતામાં રહે છે, જ્યાં સુધી તે કોઈ અયોગ્ય કત્લ ન કરે
ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે ઓ કહે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એક મોમિન સતત પોતાના દીનની વિશાળતામાં રહે છે, જ્યાં સુધી તે કોઈ અયોગ્ય કત્લ ન કરે».
الترجمة
العربية Tiếng Việt Bahasa Indonesia Nederlands Kiswahili অসমীয়া English සිංහල Magyar ქართული Hausa Română ไทย Português मराठी ភាសាខ្មែរ دری አማርኛ বাংলা Kurdî Македонски Tagalogالشرح
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ખરેખર મોમિન પોતાના સત્કાર્યોની વિશાળતામાં રહે છે, અને અલ્લાહ પાસે માફી, કૃપા અને દરગુજરની આશા રાખે છે, અહીં સુધી કે તે કોઈને અયોગ્ય કત્લ કરી દે, જેના કારણે તેના કાર્યો સંકોચાઈ જાય છે; કારણકે તે કત્લ જેવા મહાન પાપની ભરપાઈ કરી શકતા નથી.فوائد الحديث
અન્યાયી રીતે અને ઇરાદાપૂર્વકની હત્યાની સખતીનું વર્ણન; કારણ કે તે મોમિનને ધર્મની વિશાળતામાંથી સંકોચન તરફ લઈ જાય છે.
પ્રતિબંધિત હત્યાના ચાર પ્રકાર છે: ૧- મુસલમાનનું લોહી વહાવવામાં આવે, જે સૌથી મહાન છે, ૨- ઝિમ્મી, તે યહૂદી અને ઈસાઈઓ જેઓ મુસલમાનોના શાસનમાં કર આપીને અને ઇસ્લામના આદેશુંનું પાલન કરી રહે છે, તેમનું લોહી વહાવવામાં આવે, ૩- મુઆહિદનું લોહી, તે કાફિરો જેઓ મુસલમાનોના શહેરમાં રહે છે, જેમની અને મુસલમાનો વચ્ચે સમાધાન થયેલું છે, જેઓ ન તો મુસલમાનો સાથે યુદ્ધ કરે છે ન તો મુસલમાનો તેમની સાથે યુદ્ધ કરે છે. ૪- મુસ્તઅમિનનું લોહી, તે લડાયક કાફિર જેની અને આપણી વચ્ચે કોઈ પણ કરાર નથી, પરંતુ તેને એક નક્કી સમય માટે રક્ષણ આપવામાં આવ્યું હોય, જે મુસલમાનોના આગેવાનની પરવાનગીથી મુસલમાનોના શહેરમાં દાખલ થાય છે.
التصنيفات
ગુનાહોને લગતા આદેશો