કોઈ વ્યક્તિ પોતાના ભાઈ તરફ હથિયાર વડે ઈશારો ન કરે, એટલા માટે કે તે નથી જાણતો કે શૈતાન તેના હાથ માંથી ખેંચી લે,…

કોઈ વ્યક્તિ પોતાના ભાઈ તરફ હથિયાર વડે ઈશારો ન કરે, એટલા માટે કે તે નથી જાણતો કે શૈતાન તેના હાથ માંથી ખેંચી લે, તેનાથી કોઈનું કતલ થઈ જાય અને તે જહન્નમના ખાડામાં જતો રહે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કોઈ વ્યક્તિ પોતાના ભાઈ તરફ હથિયાર વડે ઈશારો ન કરે, એટલા માટે કે તે નથી જાણતો કે શૈતાન તેના હાથ માંથી ખેંચી લે, તેનાથી કોઈનું કતલ થઈ જાય અને તે જહન્નમના ખાડામાં જતો રહે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

એક મુસલમાનને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચેતવણી આપી છે કે તે પોતાના મુસ્લિમ ભાઈ સામે કોઈ પણ પ્રકારના હથિયાર વડે ઈશારો ન કરે, એટલા માટે કે તે નથી જાણતો કે કદાચ તેના હાથ માંથી શૈતાન તે હથિયાર સાથે કંઈ પણ કરી શકે છે, જેના કારણે મુસ્લિમ ભાઈનું કતલ પણ થઈ શકે છે અથવા તેને નુકસાન પણ પહોંચી શકે છે, અને તેનાથી એવો ગુનોહ થઈ જાય છે, જેના કારણે તે જહન્નમના ખાડામાં જઈ શકે છે.

فوائد الحديث

એક મુસલમાનનું લોહીની મહત્ત્વતાનું વર્ણન.

એક મુસલમાનનું સન્માન કરવું જરૂરી છે, તેને પહોંચતી દરેક પ્રકારની બુરાઈ આપવાથી બચવું જોઈએ, ભલેને તે કાર્ય વડે પહોંચાડવામાં આવે કે વાતો વડે, એમાંથી જ એક પ્રકાર લોખંડના હથિયાર વડે તેની સામે ઈશારો કરવો, ભલેને રમત રમતમાં પણ કેમ ન હોય; એટલા માટે કે શેતાન જબરદસ્ત હથિયાર લઈ શકે તેને નુકસાન પહોંચાડી શકે છે તેમજ તેના હાથ માંથી ખેંચી લઈ પોતાના ભાઈને અનઈચ્છીય મારી શકે છે.

અવેદ્ય વસ્તુ તરફ લઈ જતા દરેક કારણથી રોકવું.

સમાજની સુરક્ષા તેમજ લોકોની સુરક્ષાનો ખાસ ખ્યાલ રાખવો, તેમજ લોકોને ધમકી, ઠપકો અને હથિયાર વડે ઈશારો કરવાથી પણ રોક્યા છે.

التصنيفات

ગુનાહોને લગતા આદેશો