તમારા માંથી સૌથી શ્રેષ્ઠ મારા સમયના લોકો (સહાબાઓ) છે, પછી તે લોકો જેઓ તેમના પછી આવશે (અર્થાત્ તાબઈન), પછી તે લોકો જેઓ…

તમારા માંથી સૌથી શ્રેષ્ઠ મારા સમયના લોકો (સહાબાઓ) છે, પછી તે લોકો જેઓ તેમના પછી આવશે (અર્થાત્ તાબઈન), પછી તે લોકો જેઓ તેમના પછી આવશે (અર્થાત્ તબ્એ તાબઈન)

ઇમરાન બિન હુસૈન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા માંથી સૌથી શ્રેષ્ઠ મારા સમયના લોકો (સહાબાઓ) છે, પછી તે લોકો જેઓ તેમના પછી આવશે (અર્થાત્ તાબઈન), પછી તે લોકો જેઓ તેમના પછી આવશે (અર્થાત્ તબ્એ તાબઈન)», ઇમરાન રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું નથી જાણતો કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બે સદીઓનો ઉલ્લેખ કર્યો કે ત્રણ સદીઓનો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા પછી એવા લોકો પેદા થશે, જેઓ ખિયાનત કરતા હશે અને અમાનતનો ખ્યાલ નહીં રાખતા હોય, તેમને સાક્ષી માટે બોલાવવામાં નહીં આવે તો પણ તેઓ સાક્ષી આપતા હશે, નઝરો માનશે પરંતુ તેને પુરી નહીં કરે, મોટાપો તેમનામાં સામાન્ય હશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે એક જ સમયમાં ભેગી થનાર લોકોનું સૌથી શ્રેષ્ઠ જૂથ તે લોકોનું છે, જેઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સમયમાં હતા, ત્યારબાદ તે મોમિનોનું જૂથ, જેઓ સહાબાના સમયમાં હતા, તેમણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો સમય નથી જોયો, તેમના પછી તાબઇ લોકો અને ત્યારબાદ તેમના પછીના લોકો જેઓ તેમનું અનુસરણ કરતા હતા, અને રિવાયત કરનાર સહાબીને શંકા થઈ કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચોથી સદીનું વર્ણન કર્યું હશે કે નહીં. ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેમના પછી એવા લોકો આવશે, જેઓ ખિયાનત કરતા હશે અને લોકો તેમના પર ભરોસો નહીં કરે, અને સવાલ કરતા પહેલા જ સાક્ષી આપી દેશે, નઝરો તો માનશે પરંતુ નઝરો પુરી નહીં કરે, વધારે ખાવાપીવાના કારણે તેમને મોટાપો લાગી આવશે.

فوائد الحديث

દુનિયામાં સૌથી શ્રેષ્ઠ સમયગાળો, જેમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હતા અને આપની સાથે સહાબાઓ હતા, સહીહ બુખારીની હદીષ છે, જેમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હું આદમ અલૈહિસ્ સલામથી લઈને કે અત્યાર સુધી સૌથી શ્રેષ્ઠ સમયમાં આવ્યો છું, અહીં સુધી કે તે સમય પણ આવ્યો, જેમાં હું પેદા થયો.

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ પુષ્ટિ કરે છે કે સહાબા, તાબઇ કરતા શ્રેષ્ઠ છે, અને તાબઇ તબ્એ તાબઇન કરતા શ્રેષ્ઠ છે, શું આ શ્રેષ્ઠતા વ્યક્તિગતરૂપે છે, અથવા સમાજરૂપે? આ ચર્ચાનો વિષય છે, જમહુર (આલિમોની વધુ સંખ્યા) બીજા મંતવ્યને સહીહ જણાવે છે.

પહેલી ત્રણ સદીઓના સમય પ્રમાણે અનુસરણ કરવા તરફ ઈશારો કર્યો છે; જેમનો સમય જેટલો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી નજીક હશે, તે તેટલો જ ઇલ્મમાં, અમલમાં, અનુસરણ કરવાનો હક ધરાવે છે.

નઝર: આ એક એવી જવાબદારી છે, જે કાયદેસર રીતે સક્ષમ વ્યક્તિ પોતાના પર એવી આજ્ઞાપાલન ક્રિયા કરવા માટે અનિવાર્ય કરે છે, જે શરીઅત દ્વારા ફરજિયાત કરવામાં આવી નથી, અને આવા ઇરાદાને કોઈપણ નિવેદન દ્વારા વ્યક્ત કરવામાં આવે છે.

ખિયાનત, નઝર પુરી ન કરવી અને દુનિયાની મોહ રાખવા પ્રત્યે નિંદા કરવામાં આવી છે.

સાક્ષી માંગ્યા વગર સાક્ષી આપવી નિંદનીય છે, જ્ઞાની વ્યક્તિ જાણે છે, જો તે અજ્ઞાની હશે તો તે વ્યક્તિ પર અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આ આદેશ લાગું પડશે, જેમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શુ હું તમને શ્રેષ્ઠ સાક્ષી વિશે ન જણાવું? જે ગવાહી માંગ્યા પહેલા પોતાની ગવાહી આપી દે». આ હદીષને મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે.

التصنيفات

વલીઓની મહાનતા, સહાબા રઝી અલ્લાહુ અન્હુમની મહત્ત્વતા