જો કોઈ વ્યક્તિ નમાઝ પઢવા વાળા વ્યક્તિની આગળથી નીકળવાનો ગુનોહ જાણી લે કે તેના પર કેટલો મોટો ગુનોહ થશે તો તે ચાળીસ …

જો કોઈ વ્યક્તિ નમાઝ પઢવા વાળા વ્યક્તિની આગળથી નીકળવાનો ગુનોહ જાણી લે કે તેના પર કેટલો મોટો ગુનોહ થશે તો તે ચાળીસ સુધી ત્યાં જ ઉભા રહેવાને પ્રાથમિકતા આપતો

બુસ્ર બિન્ સઇદ રિવાયત કરે છે કે ઝૈદ બિન્ ખાલિદ જુહની રઝી અલ્લાહુ અન્હુએ તેમને અબૂ જુહૈમ રઝી અલ્લાહુ અન્હુ પાસે મોકલ્યા કે તેઓ જાણીને લાવે કે તેઓએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા નમાઝ પઢનારની આગળ જવા બાબતે શું આદેશ સાંભળ્યો છે? અબૂ જુહૈમે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જો કોઈ વ્યક્તિ નમાઝ પઢવા વાળા વ્યક્તિની આગળથી નીકળવાનો ગુનોહ જાણી લે કે તેના પર કેટલો મોટો ગુનોહ થશે તો તે ચાળીસ સુધી ત્યાં જ ઉભા રહેવાને પ્રાથમિકતા આપતો» અબૂન્ નઝરે કહ્યું: હું નથી જાણતો કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચાળીસ દિવસ કહ્યા કે પછી ચાળીસ મહિના કે પછી ચાળીસ વર્ષ?

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

અનિવાર્ય નમાઝ અથવા નફિલ નમાઝ પઢનાર વ્યક્તિની સામેથી પસાર થવાથી બચવું, જો પસાર થનાર વ્યક્તિ જાણી લે કે તેના પર નમાઝ પઢનારની આગળથી પસાર થવું કેટલો મોટો ગુનોહ છે, તો તે ચાળીસ સુધી ત્યાં જ ઉભા રહેવાનું પસંદ કરશે, ત્યાંથી પસાર થવાના બદલામાં. હદીષ વર્ણન કરનાર અબૂન્ નઝરે કહ્યું: હું નથી જાણતો કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચાળીસ દિવસ કહ્યા, ચાળીસ મહિના કહ્યા કે પછી ચાળીસ વર્ષ કહ્યા.

فوائد الحديث

નમાઝ પઢનારની આગળથી પસાર થવું હરામ છે, જો તેણે સુતરહ ન મુક્યો હોય તો, જો તેણે સુતરો મુક્યો હોય તો પછી પસાર થવામાં કોઈ વાંધો નથી.

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: નમાઝ પઢનાર અને પસાર થનાર વ્યક્તિ દરમિયાન કેટલું અંતર હોવું જોઈએ તે બાબતે કેટલાક લોકો કહે છે કે સિજદા કરવાની જગ્યા બરાબર, કેટલાક લોકો પ્રમાણે ત્રણ હાથ બરાબર અંતર હોય અથવા એક પથ્થર ફેકવા જેટલી જગ્યા હોય.

ઈમામ સુયૂતી રહિમહુલ્લાહએ કહ્યું: પસાર થવાનો અર્થ એ છે કે તે તેની સામેથી પસાર થાય છે, તેનો રસ્તો ઓળંગે, જો કે તે તેની સામે ચાલીને કિબ્લા તરફ જાય, તો તે આ ચેતવણીમાં સામેલ નથી.

નમાઝ પઢનાર વ્યક્તિ માટે વધુ સારું છે કે તે લોકોના રસ્તાઓ પર અથવા એવી જગ્યાએ નમાઝ ન પઢે, જ્યાંથી તેઓ પસાર થતા હોય છે, નહીં તો તે પોતાની નમાઝમાં અવરોધ થશે અને પસાર થતા લોકોને ગુનોહ થશે, તેણે પોતાની અને પસાર થતા લોકો વચ્ચે સુતરો અને અવરોધનો ઉપયોગ કરવો જોઈએ.

આ હદીષ દ્વારા જાણવા મળે છે કે આખિરતમાં અવજ્ઞાના કારણે થતો ગુનોહ, ભલેને તે નાનો કેમ ન હોય, આ દુનિયાની દરેક મુસીબત કરતા મોટો છે, ભલેને તે મુસીબત કેટલીય સખત કેમ ન હોય.

التصنيفات

નમાઝની સુન્નતો