તમારા માંથી કોઈ ત્રણ પથ્થર કરતા ઓછા પથ્થરથી ઇસ્તિન્જા (સફાઈ) ન કરે

તમારા માંથી કોઈ ત્રણ પથ્થર કરતા ઓછા પથ્થરથી ઇસ્તિન્જા (સફાઈ) ન કરે

સલમાન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મુશરિકોએ અમને કહ્યું: અમે જોઈએ છીએ કે તમારો નબી તમને બધી જ શિક્ષા આપી રહ્યા છે, અહીં સુધી કે શૌચલયના આદાબ પણ શીખવાડી રહ્યા છે, સલમાન રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: કેમ નહીં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને જમણા હાથ વડે તેમજ કિબ્લા તરફ મોઢું કરીને શૌચલય કરવાથી રોક્યા છે, એવી જ રીતે ગોબર અને હાડકાથી સફાઈ કરવાથી રોક્યા છે, અને કહ્યું: «તમારા માંથી કોઈ ત્રણ પથ્થર કરતા ઓછા પથ્થરથી ઇસ્તિન્જા (સફાઈ) ન કરે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

સલમાન ફારસી રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મુશરિકોએ અમારો મજાક કરતા અમને કહ્યું: તમારા પયગંબર તો તમને દરેક વસ્તુઓની શિક્ષા આપી રહ્યા છે, અહીં સુધી કે શૌચલયના આદાબ પણ શીખવાડી રહ્યા છે! સલમાન રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હા, કેમ નહીં, અમને તો અમારા પયગંબર તો શૌચલયના પણ આદાબ શીખવાડે છે; તેમાંથી એક એ કે અમને જમણા હાથ વડે શૌચ કર્યા પછી અશુદ્ધતાથી બચવાનો આદેશ આપ્યો છે તેમજ કિબ્લા તરફ મોઢું કરીને શૌચલય કરવાથી રોક્યા છે, એવી જ રીતે ઢોરની ગંદકી જેમ કે ગોબર અને હાડકાંથી સફાઈ કરવાથી રોક્યા છે, અને ત્રણ પથ્થરોથી ઓછા પથ્થર વડે સફાઈ કરવાથી રોક્યા છે.

فوائد الحديث

લોકોને લગતી દરેક જરૂરી દરેક બાબતોમાં ઇસ્લામિક શરીઅત (કાયદા)ની વ્યાપકતા અને સંપૂર્ણતાનું વર્ણન.

શૌચલય તથા ઇસ્તિંજા (સફાઈ) ના કેટલાક આદાબનું વર્ણન.

કિબ્લા તરફ મોઢું કરીને પેશાબ અને શૌચાલય કરવાથી રોક્યા છે; અહીંયા જે રોક લગાવી છે, તે રોક હરામ (અવૈધ) ની છે.

આ હદીષમાં જમણા હાથ વડે સફાઈ કરવાથી પણ રોક્યા છે.

ડાબા હાથ કરતાં જમણા હાથને પ્રાધાન્ય આપવું; કારણ કે ડાબા હાથનો ઉપયોગ ગંદકી દૂર કરવા માટે થાય છે, અને જમણા હાથનો ઉપયોગ તેના સિવાયની વસ્તુઓ માટે થાય છે.

ગંદકી નાની હોય કે મોટી, પાણી અથવા પથ્થરો વડે દૂર કરવી જોઈએ.

ઇસ્તિજમાર (પથ્થર વડે ગંદકી દૂર કરવી) માટે ત્રણ કરતા ઓછા પથ્થરોનો ઉપયોગ કરવાથી રોક્યા છે; કારણ કે સામાન્ય રીતે ત્રણ કરતા ઓછા પથ્થરોથી સફાઈ થતી નથી.

સફાઈ અને શુદ્ધિકરણ માટે જે કંઈ પણ ઉપયોગી થાય છે, તે પૂરતું છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખાસ કરીને પથ્થરોનો ઉલ્લેખ કર્યો; કારણ કે તે સૌથી સામાન્ય ઉપયોગી વસ્તુ છે, એવી જ રીતે આદેશ ફક્ત તેના સુધી જ માર્યાદિત નથી.

ઇસ્તિજમારને એકી સંખ્યામાં કરવાની ભલામણ કરવામાં આવે છે. જો ચારથી શુદ્ધિકરણ પ્રાપ્ત થાય, તો પાંચમો ઉમેરો કરવાની ભલામણ કરવામાં આવે છે, વગેરે. કારણ કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: (જે કોઈ પોતાને સાફ કરવા માટે પથ્થરોનો ઉપયોગ કરે છે, તેણે એકી સંખ્યાનો ઉપયોગ કરવો જોઈએ).

આ હદીષમાં સફાઈ માટે છાણનો ઉપયોગ કરવાથી રોક્યા છે; કારણ કે: તે અશુદ્ધ છે, અથવા તે જીન માટે ખોરાક છે.

આ હદીષમાં સફાઈ માટે હાડકાંનો ઉપયોગ કરવાથો રોક્યા છે; કારણ કે તે અશુદ્ધ છે, અથવા તે જીનનો ખોરાક છે.

التصنيفات

પેશાબ પાખાનાના અદબ