શૈતાન પોતાના માટે તે ખોરાક હલાલ કરી લે છે, જે ખોરાક પર અલ્લાહનું નામ લેવામાં ન આવે

શૈતાન પોતાના માટે તે ખોરાક હલાલ કરી લે છે, જે ખોરાક પર અલ્લાહનું નામ લેવામાં ન આવે

હુઝૈફહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: જ્યારે અમે આપ સલલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે ખાવા બેસતા તો ત્યાં સુધી થાળીમા હાથ નહતા નાખતા જ્યાં સુધી આપ સલલ્લાહુ અલૈહિ વસલ્લમ ખાવાનું શરૂ ન કરતા, એકવાર અમે આપની સાથે બેસીને ખાઈ રહ્યા હતા, એક સ્ત્રી આવી, એવું લાગ્યું કે તેને કોક હાંકી રહ્યું હોય, તે અમારી સાથે બેસી ગઈ અને ખાવામાં હાથ નાખવા જઈ રહી હતી કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો હાથ પકડી લીધો, એવી જ રીતે એક ગામડિયો આવ્યો અને તે પણ હાથ નાખવા જઇ રહ્યો હતો કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો હાથ પકડી લીધો, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શૈતાન પોતાના માટે તે ખોરાક હલાલ કરી લે છે, જે ખોરાક પર અલ્લાહનું નામ લેવામાં ન આવે, શૈતાન આ છોકરીને લઈને આવ્યો, જેથી કરીને તે પોતાના માટે ખોરાક હલાલ કરી શકે, પરંતુ મેં તેનો હાથ પકડી લીધો, એવી જ રીતે તે ગામડિયાને પણ પોતાના માટે ખોરાક હલાલ કરવા માટે લઈને આવ્યો, પરંતુ મેં તેનો હાથ પકડી લીધો, પછી (આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:) કસમ છે તે ઝાતની જેના હાથમાં મારા પ્રાણ છે, શૈતાનનો હાથ તે છોકરીના હાથ વડે મારા હાથમા છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં હુઝૈફહ રઝી અલ્લાહુ અન્હુએ વર્ણન કર્યું કે જ્યારે અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે ખાવા બેસતા તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યાં સુધી થાળીમા હાથ નાખી શરૂ ન કરતા, અમે હાથ નહતા નાખતા, એકવાર અમે સાથે ખાવા બેઠા હતા, ઝડપથી એક છોકરી આવી જાણે કે તેને કોઈ ધક્કો મારી રહ્યું હોય, તેણે સીધા ખાવા માટે હાથ થાળમા નાખ્યો, પરંતુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો હાથ પકડી લીધો, એવી જ રીતે એક ગામડિયો આવ્યો અને તે પણ અંદર થાળમા હાથ નાખવા જતો હતો, પરંતુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો પણ હાથ પકડી લીધો, અને પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જ્યારે માનવી અલ્લાહના ઝિક્ર વગર ખાવાનું શરૂ કરે છે, તો શૈતાન તેના ખાવા માંથી લઈ લે છે, અને શૈતાન આ છોકરીના દ્વારા તેનો ખોરાક હલાલ કરવા જતો હતો, મેં તેનો હાથ પકડી લીધો, એવી જ રીતે ગામડિયા દ્વારા પણ તેના માટે ખાવાનું હલાલ કરવા જતો હતો, પરંતુ મેં હાથ પકડી લીધો, તે ઝાતની કસમ! જેના હાથમાં મારા પ્રાણ છે, શૈતાનનો હાથ મારા હાથમાં હતો, પછી અલ્લાહનું નામ લીધું અને ખાવાનું શરૂ કર્યું.

فوائد الحديث

સહાબા રઝી.ની નજીક જ્યારે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ સાથે હોય તો આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનું માન સન્માન,

ખાવાના અદબ માંથી એક એ કે જ્યાં સુધી પ્રતિષ્ઠિત વ્યક્તિ તેમજ ઉંમરમા મોટો વ્યક્તિ શરૂ ન કરે નાનાએ રાહ જોવી જોઈએ.

શેતાન કેટલાક ગાફેલ લોકોને તેનું મનપસંદ કામ કરવા પર ઉત્તેજિત કરે છે, જેથી કરીને તે પોતાના મકસદમા સફળ થઈ જાય, જેવું કે આ હદીષમાં જાણવા મળ્યું.

ઇમામ નવવી રહ.એ કહ્યું : આલિમોએ કહ્યું : બિસ્મિલ્લાહ જોરથી પઢવું મુસ્તહબ છે, જેથી કરીને અજાણ વ્યક્તિને જાણ થઈ જાય.

જો કોઈ ખાવા માટે આવે અને તે બિસ્મિલ્લાહ ન પઢે તો તેનો હાથ પકડી શકાય છે, જ્યાં સુધી તે બિસ્મિલ્લાહ ન પઢે.

જે બુરાઈને જાણતો હોય તેના માટે તે બુરાઈને રોકવું તેના માટે જરૂરી છે, અને જે હાથથી રોકી શકતો હોય તો તેના માટે અનિવાર્ય છે.

આ હદીષ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની નિશાનીઓ માંથી એક નિશાની છે, જેવું કે અલ્લાહ તઆલાએ આ કિસ્સાથી જે શિક્ષા શીખવાડી તે જાણવા મળી.

શેતાન મોમિનનું ખાવાનું નથી ખાઈ શકતો, જ્યાં સુધી તેઓ અલ્લાહનું નામ ન લે.

લોકોને ખાવાપીવાના ઇસ્લામી આદાબ શીખવાડવા જોઈએ

કસમ ખાવી મુસ્તહબ છે, સાંભળનારને વાતમાં તાકીદ માટે.

ઇમામ નવવી રહ.એ કહ્યું : દરેક પ્રવાહી જેમ કે પાણી, દૂધ, મધ, શેરવો, દવા તેમજ દરેક પીણાં પીતી વખતે બિસ્મિલ્લાહ પઢવું જોઈએ. જે પ્રમાણે ખાતા પહેલા બિસ્મિલ્લાહ પઢતા હોઈએ છીએ.

ઇમામ નવવી રહ. કહે છે : જો જાણી જોઈને અથવા ભૂલમા, અજાણતામાં, ખાતા પહેલા બિસ્મિલ્લાહ પઢવાનું ભૂલી ગયા હોય, પછી ખાતી વખતે જ્યારે પણ યાદ આવે, તો બિસ્મિલ્લાહી અવ્વલહુ વ આખિરહુ, પઢી લેવું જોઈએ, કારણકે આપ

સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ કહ્યું : જ્યારે તમારા માંથી કોઈ ખાવા બેસે તો તેણે અલ્લાહનું નામ એટલે કે શરૂમા જ બિસ્મિલ્લાહ પઢી લેવું જોઈએ, જોતે શરૂ માં બિસ્મિલ્લાહ પઢવાનું ભૂલી જાય તો ખાતી વખતે જ્યારે યાદ આવે બિસ્મિલ્લાહિ અવ્વલહુ વ આખિરહુ પઢી લેવું જોઈએ. (અબૂ દાવુદ, તિરમિઝિ)

التصنيفات

ખાવાપીવાના આદાબ