અલ્લાહ તઆલા તે વ્યક્તિ તરફ નહીં જુએ, જે પોતાના કપડાં ઘમંડ રૂપે નીચે લટકાવતો હોય

અલ્લાહ તઆલા તે વ્યક્તિ તરફ નહીં જુએ, જે પોતાના કપડાં ઘમંડ રૂપે નીચે લટકાવતો હોય

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «અલ્લાહ તઆલા તે વ્યક્તિ તરફ નહીં જુએ, જે પોતાના કપડાં ઘમંડ રૂપે નીચે લટકાવતો હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺએ ઘમંડ કરી પોતાના કપડાં બંને ઘૂંટીઓથી નીચે લટકાવવા પર સચેત કર્યા છે, અને આમ કરવા પર સખત ચેતવણી આપવામાં આવી છે, તે એ કે કયામતના દિવસે અલ્લાહ તેની તરફ કૃપાની નજર નહીં કરે.

فوائد الحديث

કપડાંમાં તે દરેક વસ્તુનો સમાવેશ થાય છે જે શરીરના નીચેના ભાગને ઢાંકે છે, જેમકે પેન્ટ, સલવાર, વગેરે.

આ હદીષમાં જે પ્રતિબંધ વર્ણન કરવામાં આવ્યો છે, તે ફક્ત પુરુષો માટે છે, ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: દરેક આલિમો સ્ત્રીના નીચે કપડાં લટકવવા પર એકમત છે, અને નબી ﷺની સહીહ હદીષ દ્વારા સાબિત છે કે તેમણે સ્ત્રીઓને પોતા કપડાં ઘૂંટીથી નીચે લટકાવવાની પરવાનગી આપી છે.

ઈમામ ઈબ્ને બાઝ રહિમહુલ્લાહએ કહ્યું: સામાન્ય હદીષો પ્રમાણે ઘૂંટીથી નીચે કપડાં લટકાવવા હરામ અને અવૈધ છે, જ્યાં સુધી સજાની વાત છે તે સરખી નથી; કારણકે જેણે દેખાડો કર્યો તે તેના માફક નથી જેણે દેખાડો નથી કર્યો.

ઈમામ ઈબ્ને બાઝ રહિમહુલ્લાહએ કહ્યું: સ્ત્રી છુપાવવાની વસ્તુ છે તો તેના માટે કોઈ રોક નથી કે તે એક ઇંચ કે તેથી વધુ કપડાં નીચે લટકાવે, અને તો તે પણ તેના માટે પૂરતા ન હોય તો તે એડી સુધી પણ લટકાવી શકે છે.

ઈમામ કાઝી રહિમહુલ્લાહએ કહ્યું: આલિમોએ કહ્યું: સામાન્ય રીતે ઇસ્લામ તે દરેક વસ્તુને નાપસંદ કરે છે, જે કપડાંમાં બિન જરૂરી અને જરૂરત કરતાં વધુ લાંબી અને પહોળી હોય, અલ્લાહ વધુ જાણે છે.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: મુસ્તહબ (સારું) કાર્ય એ છે કે જે કમિસ અને સલવારમાં પગના અડધા ભાગ સુધી અને તે અને ઘૂંટી દરમિયાન જે કઈ પણ હોય તેમાં વાંધો નથી, અને જે કઈ પણ વધારે હશે તે જહન્નમને પાત્ર છે, મુસ્તહબ તે છે જે અડધા પગ સુધી હોય, અને જે કોઈ વાંધા અને મતભેદ વગર જાઈઝ છે તે તે કપડાં છે જે ઘૂંટી સુધી હોય, તેથી જે કપડાં તેની નીચે જાય તે હરામ છે.

શૈખ ઈબ્ને ઉષૈમીન રહિમહુલ્લાહએ નબી

ﷺના આ શબ્દ (અલ્લાહ તેની તરફ નજર નહીં કરે) વિષે કહ્યું: અર્થાત્ કુપા અને દયાની નજર, અને તેનો અર્થ અલ્લાહ સામાન્ય નજર નથી; કારણકે પવિત્ર અને ઉચ્ચ અલ્લાહથી કોઈ વસ્તુ છુપાયેલી નથી અને ન તો કોઈ વસ્તુ તેની આંખથી દૂર છે, અહીંયા નજરનો અર્થ કૃપા અને દયાની નજર છે.

التصنيفات

પોશાકના આદાબ