તમને મુબારક, તમને બે એવા નૂર આપવામાં આવી રહ્યા છે, જે પહેલા કોઈ નબીને આપવામાં આવ્યા નથી: એક સૂરે ફાતિહા અને બીજું…

તમને મુબારક, તમને બે એવા નૂર આપવામાં આવી રહ્યા છે, જે પહેલા કોઈ નબીને આપવામાં આવ્યા નથી: એક સૂરે ફાતિહા અને બીજું સૂરે બકરહની છેલ્લી આયતો, તે બંને માંથી એક આયત પણ પઢશો, તો તેનો સવાબ જરૂર આપવામાં આવશે

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: «જિબ્રઇલ અલૈહીસ્ સલામ નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પાસે બેઠા હતા, અચાનક ઉપરથી એક અવાજ સાંભળ્યો, તેઓએ ઉપર નજર કરી અને કહ્યું: આ આકાશનો એક દ્વાર છે, જેને આજે જ ખોલવામાં આવ્યો છે, તેને પહેલા ક્યારેય ખોલવામાં આવ્યો ન હતો, પછી તે દ્વારથી એક ફરિશ્તો ઉતર્યો, જિબ્રઇલ અલૈહિસ્ સલામએ કહ્યું: આ એક ફરિશ્તો છે, જે પહેલા ક્યારેય ઉતર્યો નથી, તેણે આપને સલામ કર્યું, અને કહ્યું: તમને મુબારક, તમને બે એવા નૂર આપવામાં આવી રહ્યા છે, જે પહેલા કોઈ નબીને આપવામાં આવ્યા નથી: એક સૂરે ફાતિહા અને બીજું સૂરે બકરહની છેલ્લી આયતો, તે બંને માંથી એક આયત પણ પઢશો, તો તેનો સવાબ જરૂર આપવામાં આવશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

જિબ્રઇલ અલયહિ સ્સલામ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ સાથે બેઠા હતા, આકાશ માંથી દરવાજા ખોલવાની જેમ અવાજ આવ્યો, જિબ્રઇલ અલયહિ સ્સલામ એ માથું ઉઠાવ્યું અને આકાશ તરફ જોયું, પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમને કહ્યું, આજે આકાશમાં એક દ્વાર ખોલવામાં આવ્યો છે, આજ પહેલા આ દ્વાર ક્યારેય ખોલવામાં આવ્યો ન હતો , તે દ્વારથી એક ફરિશ્તો નીચે ઉતર્યો, જે આ પહેલા નથી ઉતર્યો, તે ફરિશ્તાએ તેમને સલામ કર્યું અને કહ્યું : તમને બે એવા નૂરની ખુશખબર આપવામાં આવી રહી છે, જે આ પહેલા કોઈ નબીને આપવામાં આવી નથી; તે બન્ને નૂર : સૂરે ફાતિહા, અને સૂરે બકરહની છેલ્લી બે આયતો. ફરિશ્તાએ કહ્યું : તે બન્ને માંથી સહેજ પણ પઢશે તો પણ અલ્લાહ તઆલા તેમાં રહેલી ભલાઈ, દુઆ અને ઈચ્છા પૂરી કરશે.

فوائد الحديث

સૂરે ફાતિહા અને સૂરે બકરહની છેલ્લી બન્ને આયતોની મહ્ત્વતા, તેને પઢવા અને તેના આદેશો પર અમલ કરવા પર પ્રોત્સાહન

આકાશના પણ દ્વાર હોય છે, જેમાંથી અલ્લાહના આદેશો ઉતરતા હોય છે અને અલ્લાહના આદેશ વગર આ દ્વાર કોઈ ખોલી શકતું નથી.

આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની પોતાના પાલનહાર સાથે શ્રેષ્ઠતા, એ પ્રમાણે કે આપના પહેલા કોઈ પયગંબરને આ શ્રેષ્ઠતા આપવામાં આવી નથી, આપને આ બન્ને નૂર આપવામાં આવ્યા.

અલ્લાહ તરફ બોલાવવા માટેની એક પદ્ધતિ, ભલાઈની ખુશખબર આપવી.

التصنيفات

સૂરતો અને આયતોની મહત્ત્વતાઓ, ફરિશ્તાઓ