કોઈ સ્ત્રી કોઈ મૃતક પર ત્રણ દિવસ કરતા વધુ શોક ન મનાવે, સિવાય પોતાના પતિ પર ચાર મહિના અને દસ દિવસ શોક મનાવી શકે છે

કોઈ સ્ત્રી કોઈ મૃતક પર ત્રણ દિવસ કરતા વધુ શોક ન મનાવે, સિવાય પોતાના પતિ પર ચાર મહિના અને દસ દિવસ શોક મનાવી શકે છે

ઉમ્મે અતિય્યહ રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કોઈ સ્ત્રી કોઈ મૃતક પર ત્રણ દિવસ કરતા વધુ શોક ન મનાવે, સિવાય પોતાના પતિ પર ચાર મહિના અને દસ દિવસ શોક મનાવી શકે છે, (આ દિવસોમાં) તે રંગીન કપડા ન પહેરે ફક્ત અસબ (એક પ્રકારનો અપ્રાકૃતિક યમની પોષક), અને ન તો સુરમો લગાવે ન તો સુગંધ લગાવે, પરંતુ જયારે તે માસિકથી પાક થાય, તો કુસ્ત અથવા અઝ્ફાર (બખૂરના પ્રકાર)ની સુગંધ લગાવી શકે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્ત્રીઓને શોક મનાવવાથી રોક્યા છે અર્થાત્ સુગંધ, સુરમો લગાવવો, ઘરેણા અને સારા કપડા પહેરવાની છોડી દેવું, કોઈના પણ મૃત્યુ વખતે ભલે તે પિતા હોય, ભાઈ હોય અથવા પુત્ર હોય, ત્રણ દિવસથી વધુ શોક ન મનાવે ફક્ત પતિના શોકમાં જે ચાર મહિના અને દસ દિવસ છે, પોતાના પતિના શોકના સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના રંગીન કપડા ન પહેરે ફક્ત અસબ કપડા પહેરે, એક યમની પોષક જે સીવતા પહેલા રંગવામાં આવે છે, એવી જ રીતે શણગાર માટે સુરમો પણ લગાવે, અને ન તો સુગંદ કે અત્તરનો ઉપયોગ કરે, પરંતુ જયારે તે માસિકથી પાક થાય અને ગુસલ કરે તો ત્યાર પછી કુસ્ત અથવા અઝ્ફારનો નાનો ટુકડાનો ઉપયોગ કરી શકે છે, તે બખૂરનો બે પ્રકાર છે, પરંતુ તે સુગંધ માટે ન હોય, માસિકથી પાક થયા પછી વઝૂ કરી અપ્રિય ગંધ દૂરકરવા માટે ઉપયોગ કરી શકે છે, તેને યોનિમાર્ગમાં લોહીના નિશાનને દૂર કરવા માટે ઉપયોગ કરે સુગંધ માટે નહીં.

فوائد الحديث

અલ્ ઇહદાદુ (માતમ)નો અર્થ: શણગારને છોડી દેવું અને તે દરેક વસ્તુના ઉપયોગથી દૂર રહેવું જે શાદીનું આમંત્રણ આપે, જેથી શોક મનાવનાર સ્ત્રી માટે જરૂરી છે કે તે દરેક પ્રકારના ઘરેણા, સુગંધ, સુરમો અને શણગાર માટેના કપડા પહેરવાથી બચવું જોઈએ.

સ્ત્રી તેના પતિ સિવાય મૃતક વ્યક્તિ માટે ત્રણ દિવસથી વધુ શોક માનવી શક્તિ નથી.

પતિના દરજ્જાનું વર્ણન, પતિ સિવાય તે કોઈના માટે ત્રણ દિવસથી વધુ શોક માનવી શક્તિ નથી.

ભાવનાત્મક તકલીફને દૂર કરવા માટે ત્રણ દિવસ કે તેનાથી ઓછા સમય સુધી શોક માનવી શકે છે.

સ્ત્રીની ફરજ છે કે તે તેના પતિના મૃત્યુ પર ચાર મહિના અને દસ દિવસ સુધી શોક મનાવે, ગર્ભવતી સિવાય તે ગર્ભપાત સુધી શોક મનાવશે.

સ્ત્રી માટે તે રંગવાળા કપડા પહેરવાની પરવાનગી છે, જે શણગાર માટે ન હોય, અને આ પ્રકારના પોષકની ઓળખ સામાન્ય રીવાજ પર આધારિત છે.

التصنيفات

અલ્ ઈદ્દ્હ