જે વ્યક્તિ એવું જ્ઞાન પ્રાપ્ત કરે જે ફક્ત અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે હોય અને તે તેને ફક્ત દુનિયાના લાભ…

જે વ્યક્તિ એવું જ્ઞાન પ્રાપ્ત કરે જે ફક્ત અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે હોય અને તે તેને ફક્ત દુનિયાના લાભ માટે શીખે, તો તે કયામતના દિવસે જન્નતની સુગંધ પણ પ્રાપ્ત નહીં કરી શકે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ એવું જ્ઞાન પ્રાપ્ત કરે જે ફક્ત અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે હોય અને તે તેને ફક્ત દુનિયાના લાભ માટે શીખે, તો તે કયામતના દિવસે જન્નતની સુગંધ પણ પ્રાપ્ત નહીં કરી શકે» અર્થાત્ જન્નતની ખુશ્બુ.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ દીનનું ઇલ્મ પ્રાપ્ત કરે જેનો ખરેખર મકસદ અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો હોય છે, તો જે વ્યક્તિ આ ભવ્ય હેતુ વગર દુનિયા પ્રાપ્ત કરવા માટે, અથવા દુનિયામાં ચર્ચિત થવા અથવા કોઈ પદ લેવા માટે પ્રાપ્ત કરશે તો કયામતના દિવસે તેને જન્નતની ખુશ્બુ પણ નહીં મળી શકે.

فوائد الحديث

દીનનું ઇલ્મ પ્રાપ્ત કરવામાં નિખાલસતાનું મહત્વ અને તે પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

ઇસ્લામિક જ્ઞાનનો ઉપયોગ દેખાડો કરવા માટે અથવા દુન્યવી લાભના સાધન તરીકે ન કરવો જોઈએ, જો કોઈ આમ કરશે તો તેની સામે કડક ચેતવણી, કારણ કે આ એક મોટું પાપ છે.

કોઈ વ્યક્તિ દીનનું ઇલ્મ અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે હાસિલ કરે અને તેની સાથે સાથે તેને દુનિયા પણ મળે તો તેને કોઈ નુકસાન પહોંચશે નહિ.

સિન્દી રહ.એ કહ્યું : "જન્નતની ખુશ્બુ" આ શબ્દો જન્નતથી વચિંત રહેવા માટે અવશ્યતા દર્શાવે છે, કારણકે જે ખુશ્બુ જ નહીં પામે તો અન્ય જન્નતની નેઅમતો પણ તેને પ્રાપ્ત નહિ થઈ શકે.

જે વ્યક્તિએ અલ્લાહની પ્રસન્નતા માટે નોકરી કરવા માટે ઇલ્મ શીખ્યું અથવા અન્ય કોઈ હેતુસર ઇલ્મ શીખે; તો તેણે અલ્લાહથી તૌબા કરવી જોઈએ, અલ્લાહ તેમના ખરાબ નિયતથી જે પ્રાપ્ત થઈ છે, તેને મિટાવી દે, અને તે મહાન કૃપા વાળો અને પવિત્ર તેમજ અત્યંત ઉચ્ચ છે.

આ ચેતવણી ઇસ્લામિક જ્ઞાનના શોધક માટે છે. જે વ્યક્તિ આ દુનિયા માટે એન્જિનિયરિંગ, રસાયણશાસ્ત્ર અને અન્ય જેવા દુન્યવી સુખો માટે દુન્યવી જ્ઞાન શોધે છે, તેનો પોતાનો હેતુ હોય છે.

التصنيفات

નિંદનીય અખલાક, આલિમ અને શિષ્યના આદાબ