આ ચાર આદતો જે વ્યક્તિમાં હોય, તે પાકો મુનાફિક ગણવામાં આવશે, અને જે વ્યક્તિમાં આ ચારેય આદતો માંથી કોઈ એક આદત હશે તો…

આ ચાર આદતો જે વ્યક્તિમાં હોય, તે પાકો મુનાફિક ગણવામાં આવશે, અને જે વ્યક્તિમાં આ ચારેય આદતો માંથી કોઈ એક આદત હશે તો જ્યાં સુધી તે તેને છોડી ન દે ત્યાં સુધી તે પણ મુનાફિક જ ગણાશે, (તે ચાર આદતો આ છે): જ્યારે વાત કરે તો જૂઠ્ઠું બોલે, જ્યારે તેને અમાનત સોંપવામાં આવે તો તેમાં ખિયાનત કરે, જ્યારે તો વાયદો કરે તો વાયદો પૂરો ન કરે અને જ્યારે ઝઘડો કરે તો અપશબ્દો બોલે

અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ ચાર આદતો જે વ્યક્તિમાં હોય, તે પાકો મુનાફિક ગણવામાં આવશે, અને જે વ્યક્તિમાં આ ચારેય આદતો માંથી કોઈ એક આદત હશે તો જ્યાં સુધી તે તેને છોડી ન દે ત્યાં સુધી તે પણ મુનાફિક જ ગણાશે, (તે ચાર આદતો આ છે): જ્યારે વાત કરે તો જૂઠ્ઠું બોલે, જ્યારે તેને અમાનત સોંપવામાં આવે તો તેમાં ખિયાનત કરે, જ્યારે તો વાયદો કરે તો વાયદો પૂરો ન કરે અને જ્યારે ઝઘડો કરે તો અપશબ્દો બોલે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચાર આદતોથી બચવાની તાકીદ કરી રહ્યા છે, જ્યારે એક મુસલમાનમાં આ ચારેય આદતો ભેગી થઈ જાય, તો તેને મુનાફિક ગણવામાં આવશે, અહીંયા વાત તે વ્યક્તિ વિષે થઈ રહી છે જેનામાં આ ચાર આદતો હાવી થઈ ગયા હોય, અને જો કોઈ વ્યક્તિમાં આ આદતો ક્યારેક ક્યારેક જોવા મળે તો તેને મુનાફિક કહેવામાં નહિ આવે, અને તે ચાર આદતો નીચે પ્રમાણે છે: પહેલી: જ્યારે પણ તે વાત કરે, તો જાણી જોઈને જૂઠ્ઠું બોલે અને સાચું ન બોલે. બીજી: જ્યારે તેની પાસે અમાનત રાખવામાં આવે, તો તે અમાનતનું ધ્યાન ન રાખે અને ઘોખો આપશે. ત્રીજી: જ્યારે તે કોઈ વાયદો કરે, તો વાયદો પૂરો નહીં કરે અને વિરોધ કરશે. ચોથી: જ્યારે કોઈની સાથે ઝઘડો કરે, તો ખૂબ લડશે અને સાચી વાત નહીં માને, અને તે સાચી વાતને રદ કરશે તેમજ તેને બાતેલ ઠહેરાવશે, તેમજ તે ખોટી અને જૂઠ્ઠી વાત કહેશે. નિફાક (દંભ): દિલમાં હોય તેનાથી વિરુદ્ધ વ્યવહાર કરવો, અને આ અર્થ તે વ્યક્તિમાં જોવા મળે છે, જેનામાં આ ચારેય આદતો હોય, અહીંયા નિફાક તે વ્યક્તિના હિતમાં ગણવામાં આવશે, જેણે જૂઠ્ઠી વાત કરી છે, વાયદો કર્યો છે, જેની પાસે અમાનત મૂકી છે, અને ઝગડો કર્યો છે, તેનો અર્થ એ નથી કે તે ઇસ્લામ વિષે મુનાફિક (દંભી) છે, અને મુસલમાન હોવાનો દેખાડો કરે છે, અને પોતાના દિલમાં કુફ્ર છુપાવે છે, જે વ્યક્તિની અંદર આ ચાર આદતો માંથી કોઈ એક આદત હોય, તો તેની અંદર નિફાક (દંભ) નું એક ગુણ હશે, જ્યાં સુધી તે તેને છોડી ન દે.

فوائد الحديث

નિફા (દંભ) ના કેટલાક પ્રકારોનું વર્ણન, જેથી તેનાથી ભયભીત કરી શકાય અને તેમાં સપડાવવાથી સચેત કરી શકાય.

હદીષનો હેતુ: આ ચારેય આદતો મુનાફિકની આદતો છે, અને જેનામાં આ આદતો હશે તે મુનાફિક જેવો જ હશે, તે વ્યક્તિ મુનાફિકમાં રહેલ અખલાક જેવો ગણાશે, જે મુનાફિક ઇસ્લામની વિરુદ્ધ પોતાના દિલમાં કુફ્રને છુપાવે છે, તેની માફક નહીં, કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે આ હદીષનો અર્થ: આ વાત તે લોકો પર લાગું પડશે, જેના પર આ આદતો હાવી થઈ જાય અને તે આ આદતોને સામાન્ય સમજે, કારણકે આ પ્રકારનો વ્યક્તિના અકીદામાં ખરાબી અને ફસાદ પણ જોવા મળે છે.

ઇમામ ગઝાલી રહિમહુલ્લાહએ કહ્યું: દીન મૂળ ત્રણ વસ્તુઓ પર આધારિત છે: વાત, કાર્ય અને નિયત પર, વાતમાં ફસાદ જૂઠી વાત કરીને કરવામાં આવે છે, કાર્યમાં ફસાદ ખિયાનત કરી કરવામાં આવે છે, અને નિયતમાં ફસાદ વાયદા પૂરો ન કરીને કરવામાં આવે છે; કારણકે વાયદો પૂરો ન કરવો, જ્યારે તે મજબૂત ઈરાદો કરી લેશે, ત્યારે જ શક્ય હોય છે, પરંતુ જો તે વાયદો પૂરો કરવાનો પ્રયત્ન કરતો હોય અને વચ્ચે કોઈ રોક અર્થવા ભંગ આવી જાય, જેના કારણે તે વાયદો પૂરો ન કરી શકે તો તેનામાં નિફાક (દંભ) નહીં ગણાય.

નિફાક (દંભ) ના બે પ્રકાર છે: એક: એઅતિકાદી નિફાક, તેના કારણે વ્યક્તિ ઇમાનમાંથી બહાર નીકળી જશે, અને જે જાહેરમાં તો મુસલમાન હોવાનું જાહેર કરે, પરંતુ તેના દિલમાં કુફ્ર છુપાયેલું હશે, બીજું: વ્યાવહારિક નિફાક: જે આદતોમાં મુનાફિક જેવો જ હોય છે, અને આવો વ્યક્તિ ઇમાનથી નીકળતો નથી પરંતુ કબીરહ ગુનાહ કરી રહ્યો છે.

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહ એ કહ્યું: આલિમો એક વાત પર એકમત છે કે જે વ્યક્તિ પોતાની વાત, દિલ અને અમલમાં સાચો હોય, તેના પર કુફ્રનો હુકમ લગાવવામાં નહીં આવે, અને ન તો મુનાફિક છે, જે હમેંશા જહન્નમમાં રહશે.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આલિમોના એક જૂથે કહ્યું: આ તે મુનાફિકની વાત જણાવવામાં આવી છે, જે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સમયમાં હતા, જેમણે પોતાના ઇમાનનો એકરાર કર્યો અને જૂઠું બોલ્યા, તેમને દીનની વાતો કહેવામાં આવી પરંતુ તેઓએ તેનો વિરોધ કર્યો, તેઓએ દીન બાબતે મદદ કરવા અને સાથ આપવાનું વચન આપ્યું પરંતુ તેઓએ વચનભંગ કર્યું, અને દરેક યુદ્ધ વખતે વિદ્રોહ કરતા રહ્યા.

التصنيفات

નિફાક, ગુનાહની નિંદા, પ્રતિબંધિત શબ્દો અને જબાનની ભયાનકતા