આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની કિરાઅત વિશે પૂછવામાં આવ્યું

આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની કિરાઅત વિશે પૂછવામાં આવ્યું

ઈબ્ને અબૂ મુલૈકહ રિવાયત કરે છે: આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની પવિત્ર પત્નીઓ માંથી કોઈ એક, અબૂ આમિર કહે છે કે નાફીએ કહ્યું : મારું અનુમાન છે કે હફસા રઝી.ને આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની કિરાઅત વિશે પૂછવામાં આવ્યું તેમણે જણાવ્યું : તમે એ પ્રમાણે નહિ પઢી શકો, તેમને કહેવામાં આવ્યું કે તો પણ તમે જણાવો, તો અબૂ આમિરની સામે આ તિલાવત કરી જે અબૂ મુલેકહે પઢીને બતાવી સૂરે ફાતિહા પઢીને અલ્ હમ્દુ લિલ્લાહી રબ્બિલ્ આલમીન [અલ ફાતિહા : 2] પર વકફ કરતા, અર રહમાનીર રહીમ [અલ્ ફાતિહા : 3] પછી રુકી જતા, {માલિકિ યવ્મિદ્ દીન}.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

ઉમ્મુલ્ મુઅમિનીન હફસા રઝી.ને સવાલ કરવામાં આવ્યો : આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ કુરઆનની તિલાવત કંઈ રીતે કરતા હતા? તેમણે કહ્યું : તમે તે પ્રમાણે નથી પઢી શકતા, કહેવામાં આવ્યું અમને જણાવો તો ખરા. નાફીએ કહ્યું, ઈબ્ને અબૂ મુલેકહે ધીમે ધીમે તિલાવત કરીને બતાવ્યું અને આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની જેમ તિલાવત કરવાનો પ્રયત્ન કર્યો, અને પઢયું : અલ્ હમ્દુ લિલ્લાહી રબ્બિલ્ આલમીન [અલ ફાતિહા : 2] પર વકફ કરતા, અર રહમાનીર રહીમ [અલ્ ફાતિહા : 3] પછી રુકી જતા, {માલિકિ યવ્મિદ્ દીન}.

فوائد الحديث

આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનો કુરઆન પઢવાના તરીકાનું વર્ણન.

આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના કુરઆન પઢયા પ્રમાણે કુરઆન પઢવાનો અમલી નમૂનો.

કુરાન ધીમે ધીમે પઢવું જોઈએ તેનાથી કુરઆનની આયતો પર ચિંતન કરવા માટે વધુ અનુકૂળ રહેશે.

પવિત્ર કુરઆન મજીદ અને આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પ્રમાણે અમલ કરવા બાબતે પાછળના સદાચારી લોકોની રુચિ.

કુરઆન મજીદ શીખવા માટે તજવીદ શીખવાની મહ્ત્વતા.

التصنيفات

તજવીદની જ્ઞાન