પાંચ ગેબની ચાવીઓ ફક્ત અલ્લાહ પાસે જ છે

પાંચ ગેબની ચાવીઓ ફક્ત અલ્લાહ પાસે જ છે

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પાંચ ગેબની ચાવીઓ ફક્ત અલ્લાહ પાસે જ છે, {નિ:શંક અલ્લાહ તઆલાની પાસે જ કયામતનું જ્ઞાન છે, તે જ વરસાદ વરસાવે છે અને માતાના પેટમાં જે કંઈ છે, તેને જાણે છે, કોઇ નથી જાણતું કે આવતીકાલે શું કરશે, ન કોઇને જાણ છે કે કેવી ધરતી પર મૃત્યુ પામશે, (યાદ રાખો) અલ્લાહ તઆલા જ સંપૂર્ણ જ્ઞાનવાળો અને સાચી ખબર રાખનારો છે}».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

ગેબનું ઇલ્મ ફક્ત એક અલ્લાહ પાસે જ છે, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપણને જણાવ્યું કે પાંચ બાબતો વિશે ફક્ત અલ્લાહ જ જાણે છે: પહેલી વાત: અલ્લાહ સિવાય કોઈ નથી જાણતું કે કયામત ક્યારે આવશે, તેના વિશે ફક્ત અલ્લાહ જ જાણે છે, આખિરતના જ્ઞાન તરફ ઈશારો કરવામાં આવ્યો છે; કારણકે કયામતનો દિવસ તે આખિરતનો પહેલો દિવસ છે, જો નજીકની વસ્તુના જ્ઞાનને નકારવામાં આવે તો તેના પછી આવનારી વસ્તુઓને પણ નકારવામાં આવશે. બીજી વાત: અલ્લાહ સિવાય કોઈ નથી જાણતું કે વરસાદ ક્યારે વરસશે, ઉપરના વિશ્વની બાબતોના જ્ઞાન તરફ ઈશારો કરવામાં આવ્યો છે, અને ખાસ કરીને વરસાદનો ઉલ્લેખ કરીને, જોકે તેના કારણો રિવાજ મુજબ તેની ઘટના સૂચવી શકે છે, પરંતુ ચકાસણી અને નિશ્ચિતતા નહીં. ત્રીજી વાત: માતાના પેટમાં શુ છે; અર્થાત્ બાળક છે કે બાળકી, સફેદ રંગની છે કે કાળા, સંપૂર્ણ છે કે અધૂરું, સદાચારી છે કે દુરાચારી આ પ્રમાણેની દરેક વાતો. ગર્ભાશયનો ઉલ્લેખ એટલા માટે કર્યો કે મોટાભાગના લોકો સામાન્ય રીતે તેના વિશે જાણે છે, છતાં તેમણે તે વાતનો ઇનકાર કર્યો કે કોઈને તેનું સાચું સ્વરૂપ ખબર નથી, તેથી બીજું કંઈપણ તેના વિશે જાણવાની શક્યતા વધારે છે. ચોથી વાત: અલ્લાહ સિવાય કોઈ નથી જાણતું કે કાલે શું થવાનું છે, સમયમાં થતા ફેરફાર અને તેમાં બનતી ઘટનાઓના સંદર્ભમાં, તેમણે "કાલ" શબ્દનો ઉપયોગ કરી તેની વાસ્તવિકતાને સૌથી નજીકનો સમય બનાવ્યો, અને જો તેની નિકટતા સાથે કોઈને ખબર ન હોય કે તેમાં શું બનશે, સંકેતની શક્યતા સાથે, તો તેનાથી આગળ શું છે, તે વધુ યોગ્ય છે. પાંચમી વાત: કોઈ પણ વ્યક્તિ નથી જાણતો કે તે ક્યાં મૃત્યુ પામશે, તે અંદરની બાબતોનો સંદર્ભ છે, જો કે મોટાભાગના લોકો માટે તેમના પોતાના દેશમાં મૃત્યુ પામવું સામાન્ય છે, પરંતુ એવું નથી; તેના બદલે, જો કોઈ તેમના પોતાના દેશમાં મૃત્યુ પામે છે, તો તેઓ જાણતા નથી કે તે કયા સ્થળે દફનાવવામાં આવશે, જો કે તેમના પૂર્વજોને અહીંયા જ દફન કરવામાં આવ્યા હોય છે: {નિઃશંક અલ્લાહ તઆલા બધું જ જાણવા વાળો અને ખબર રાખવાવાળો છે}, જેમાં જાહેર અને બાતેન બન્નેનો સમાવેશ થાય છે, છૂપું અને જાહેર દરેક બાબતોને ખૂબ સારી રીતે જાણે છે, આ આયતમાં ગેબની ખાંસી વાતો વર્ણન કરવામાં આવી છે, અને બધા ખોટા દાવા દૂર કરવામાં આવ્યા છે.

فوائد الحديث

પાંચ ગેબની વાતોનું વર્ણન જેના વિશે અલ્લાહ સિવાય કોઈ નથી જાણતું.

ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: {પાંચ ગેબની ચાવીઓ વિશે} આ પાંચ બાબતોને ગેબની ચાવીઓનું નામ આપવામાં આવ્યું; કારણ કે જેની પાસે આ પાંચ છે, તેની પાસે બધું જ ગેબનું જ્ઞાન છે, તેથી આ એવી વસ્તુઓ છે, જે અદ્રશ્યના ખજાના ખોલવા માટે ઉપયોગમાં લેવામાં આવી શકે છે.

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: ઈબ્ને અબૂ જમરહએ કહ્યું: તેમણે ચાવીઓ શબ્દનો ઉપયોગ વાતને સરળ બનાવવા માટે કર્યો; કારણ કે તમારી અને તેમની વચ્ચે જે કંઈ મૂકવામાં આવ્યું છે, તે બધું તમારાથી ઢંકાયેલું અને છુપાયેલું છે, અને તેના સુધી પહોંચવું સામાન્ય રીતે દરવાજા દ્વારા હોય છે, તેથી જો દરવાજો બંધ હોય, તો ચાવીની જરૂર પડે છે, જે કોઈ અદ્રશ્ય વસ્તુને પ્રગટ કરતું નથી, તો તેને જોડ્યા સિવાય તેનું સ્થાન જાણી શકાયું નથી, તો અદ્રશ્ય કેવી રીતે જાણી શકાય?

ઈબ્ને અબૂ જમરહ રહિમહુલ્લાહએ કહ્યું: તેને પાંચ બનાવવા પાછળની હિકમત એ છે કે દુનિયા તેના સુધી જ મર્યાદિત છે.

અલ્લાહ તઆલા કેટલીક ગેબની વાતો પોતાના પયગંબરોને બતાવી શકે છે, પરંતુ તેની હિકમત ફક્ત તે જ જાણે છે.

જ્યોતિષીઓ અને પાદરીઓના અદ્રશ્ય જ્ઞાન બાબતે તેમના અનુમાનોને રદ કરવા, અને જો કોઈ વ્યક્તિ કોઈ એવી બાબત જાણવાનો દાવો કરે, જેને ફક્ત અલ્લાહ જ જાણે છે, તો તેણે અલ્લાહ અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર જૂઠ બાંધ્યું.

التصنيفات

તૌહીદે ઉલુહિયત, આયતોની તફસીર