અલ્લાહની બંદીઓને મસ્જિદમાં જવાથી ન રોકો, પરંતુ તેમને બુરખા પહેરી બહાર જવા દો

અલ્લાહની બંદીઓને મસ્જિદમાં જવાથી ન રોકો, પરંતુ તેમને બુરખા પહેરી બહાર જવા દો

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહની બંદીઓને મસ્જિદમાં જવાથી ન રોકો, પરંતુ તેમને બુરખા પહેરી બહાર જવા દો».

[હસન] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્ત્રીઓના વાલીઓ અને જવાબદારોને સ્ત્રીઓને મસ્જિદમાં જવા પર રોકવાથી સચેત કર્યા છે અને સ્ત્રીઓને બહાર નીકળતી વખતે બુરખો પહેરી નીકળવાનો આદેશ આપ્યો છે, અને શરગાણ કરવાથી રોક્યા છે, જેથી તેઓ પુરુષોને ફિતનામાં સપડાવવાનું કારણ ન બને.

فوائد الحديث

સ્ત્રીઓને નમાઝ માટે મસ્જિદમાં જવાની પરવાનગી જો તેઓ ફિતનાથી બચે અને શરગાણ અને સુગંધ વગર બહાર નીકળે.

આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે સ્ત્રીઓ પોતાના પતિની પરવાનગી વિના ઘરથી બહાર નથી નીકળી શકતી; કારણકે આ આદેશ પતિઓની પરવાનગી સાથે નિર્દેશિત છે.

ઇસ્લામ સ્ત્રીઓ બાબતે ચિંતિત છે અને તેમને તે કાર્યોથી નથી રોકતો જે તેમના માટે શ્રેષ્ઠ હોય, જેમકે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બહાર જવું.

આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે પુરુષો સ્ત્રીઓના વાલી અને જવાબદાર છે.

التصنيفات

અલ્ લિબાસુ વઝ્ ઝિનહ, Jurisprudence for Muslim Women, મસ્જિદ માટે કેટલાક આદેશો