إعدادات العرض
મારી સાથે તમે બૈઅત કરો કે તમે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર નહીં બનાવો, ચોરી નહીં કરો, વ્યભિચાર નહીં કરો
મારી સાથે તમે બૈઅત કરો કે તમે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર નહીં બનાવો, ચોરી નહીં કરો, વ્યભિચાર નહીં કરો
ઉબાદહ બિન સામિત રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, જેઓ બદરના યુદ્ધમાં હાજર શરીક હતા, તેમજ તેઓ ઉકબહની રાતમાં હાજર (બાર) લોકો માંથી એક હતા, તેમણે કહ્યું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આજુબાજુ સહાબાઓનું એક જૂથ બેઠું હતું, ત્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમકહ્યું: «મારી સાથે તમે બૈઅત કરો કે તમે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર નહીં બનાવો, ચોરી નહીં કરો, વ્યભિચાર નહીં કરો, પોતાના સંતાનનું કતલ નહીં કરો, અને ન તો જાણી જોઈને કોઈના પર આરોપ મુકશો, સત્કાર્યોમાં અવજ્ઞા નહીં કરો, જો તમારા માંથી કોઈ આ વચન પૂરું કરશે, તો તેનો બદલો અલ્લાહના શિરે છે, અને જો કોઈ વ્યક્તિ આ ગુનાહો માંથી કોઈ ગુનોહ કરશે અને તેને શરીઅત પ્રમાણે આ દુનિયામાં જ સજા આપવામાં આવી તો તે સજા તેના માટે કફ્ફારો બની જશે, અને જે વ્યક્તિ આ ગુનાહો કરશે અને અલ્લાહએ તેનો આ ગુનોહ છુપાવી લેશે તો તેનો મામલો અલ્લાહ પાસે હશે, તે ઇચ્છશે તો માફ કરી દેશે અને ઇચ્છશે તો સજા આપશે», તો અમે આ વાતો પર બૈઅત કરી લીધી.
الترجمة
العربية Tiếng Việt অসমীয়া Nederlands Bahasa Indonesia Kiswahili አማርኛ Hausa සිංහල ไทย Englishالشرح
ઉબાદહ બિન સામિત રઝી અલ્લાહુ અન્હુ જેઓ બદરના ઘુમસાન યુદ્ધમાં ભાગીદાર હતા, તેઓ પોતાની કોમના આગેવાન હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મદદ કરવા માટે મિનામાં ઉકબાની રાત્રે આગળ આવ્યા હતા, તેના આગેવાન હતા, આ વાત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મદીનહ હિજરત પહેલાની છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સહાબાઓના જૂથ પાસે બેઠા હતા, આપે તેઓને બોલાવ્યા અને નીચે વર્ણવેલ કાર્યો પર બૈઅત કરવાનું કહ્યું: પહેલું: તેઓ અલ્લાહની ઈબાદત કરવામાં કોઈને ભાગીદાર નહીં બનાવે. બીજું: ચોરી નહીં કરે. ત્રીજું: ખરાબ કૃત્ય એટલે કે વ્યભિચાર નહીં કરે. ચોથું: પોતાના બાળકોનું કતલ નહીં કરે; બાળકોને લાચારીના ભયથી અને બાળકીઓને પોતાના શ્રેષ્ઠતા જવાના ભયથી. પાંચમું: જૂઠ્ઠું નહીં બોલે પોતાના હાથ અને પગને અલ્લાહના આદેશો વિરુદ્ધ નથી ઉપયોગ કરતા; કારણકે દરેક કાર્યોમાં બન્ને અંગનો સમાવેશ હોય છે, અન્ય અંગો શરીક હોય કે ન હોય. છઠ્ઠું: કોઈ પણ નેકીના કામોમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની અવજ્ઞા નહીં કરે. જે કોઈ આ વાતો પર કાયમ રહેશે અને તેના પર અમલ કરશે તો તેનો બદલો અલ્લાહ પાસે છે, અને શિર્ક વગર બીજા ગુનાહ, જે ઉપર વર્ણન કરવામાં આવ્યા છે જો તે કરશે તો તેના પર હદ પુરી પાડવામાં આવશે અને તે હદ તેના માટે કફ્ફારો બની જશે અને ગુનોહ ખતમ થઈ જશે, અને જે વ્યક્તિ ઉપરોક્ત ગુનાહ માંથી કોઈ ગુનોહ કરે અને અલ્લાહ તેના ગુનાહને છુપાવશે તો તેની બાબત અલ્લાહના શિરે હશે, તે ઇચ્છશે તો માફ કરશે અને ઇચ્છશે તો સજા આપશે, દરેક હાજર સહાબાઓએ બૈઅત કરી.فوائد الحديث
મક્કહમાં જિહાદ ફર્ઝ થયા પહેલા ઉકબાની બૈઅતમાં જે આદેશો અનિવાર્ય હતા તેનું વર્ણન.
ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું કહેવું (સત્કાર્યોમાં): તે સ્પષ્ટ છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપેલ દરેક વાતો અને આદેશ નેકી છે, તેની વિરુદ્ધ આપણે વિચાર પણ નથી કરી શકતા, પરંતુ અહીંયા કહેવું (નેકીમાં) આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ કરવું જરૂરી છે, તે તરફ યાદગીરી અપાવે છે, અને નેકી વિરુદ્ધ કોઈ પણ સર્જનનું અનુસરણ કરવામાં નહીં આવે, બૈઅતમાં અનુસરણની શરત સામાન્ય હોવાના બદલે હમેંશા સાચા માર્ગનું અનુસરણ કરવાની સ્પષ્ટતા કરવી જોઈએ.
મુહમ્મદ બિન ઇસ્માઈલ અત્ તૈમી વગેરેએ કહ્યું: અહીંયા ખાસ કરીને બાળકોના કતલનું વર્ણન કરવામાં આવ્યું, કારણકે તેમાં કતલ અને સબંધ તોડવું બન્ને શામેલ છે, એટલે તેના પર રોક તાકીદ સાથે કરવામાં આવી, એટલા માટે પણ જોર આપવામાં આવ્યું કે તે બુરાઈ ખૂબ ફેલાયેલી હતી કે બાળકીઓને જીવતી દાટી દેતા અને બાળકોને લાચારીના ભયથી કતલ કરી દેતા હતા, અને એટલા માટે પણ બાળકોનું ખાસ વર્ણન કે બાળકો પોતાને બચાવી નથી શકતા.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષની સમજૂતી અલ્લાહ તઆલાના આ આદેશ તરફ ઈશારો કરે છે: [નિ:શંક અલ્લાહ તઆલા પોતાની સાથે ભાગીદાર ઠેરવનારને માફ નથી કરતો], ઇસ્લામથી ફરી જનાર વ્યક્તિને કતલ કરવામાં આવશે, તો તે કતલ તેના માટે કફ્ફારો નહીં બની શકે.
ઈમામ કાઝી ઇયાઝ રહિમહુલ્લાહએ કહ્યું: ઘણા આલિમો આ વાત વર્ણન કરે છે કે હુદુદ તે કફ્ફારો બની જશે.
التصنيفات
તૌબા