સામાન્ય અને નાના ગુનાહ કરવાથી પણ બચો

સામાન્ય અને નાના ગુનાહ કરવાથી પણ બચો

સહલ બિન સઅદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: સામાન્ય અને નાના ગુનાહ કરવાથી પણ બચો, એટલા માટે કે નાના ગુનાહોનું ઉદાહરણ તે કોમ જેવું છે, જે એક વાદીમાં ઉતરી, એક વ્યક્તિ એક લાકડી લઈને આવે, બીજો બીજી લાકડી લઈને આવ્યો આમ (લાકડીઓ ભેગી કરી તેઓ પોતાની) રોટલીઓ બનાવી લે, સામાન્ય ગુનાહ પર જ્યારે માનવીની પકડ થશે તો તે તેને હલાક કરી દેશે.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ સ.લ.એ નાના ગુનાહોને સામાન્ય સમજવાથી રોક્યા છે, જ્યારે તે વધી જાય છે તો નષ્ટતાનું કારણ બને છે, એક ઉદાહરણ આપ્યું કે એક કોમ એક વાદીમાં ઉતરે, (તેમને ખાવાની જરૂર પડી, આગ સળગાવવા માટે) એક વ્યક્તિ એક નાની લાકડી લઈને આવે, બીજો બીજી નાની લાકડી લઈને આવે, અહીં સુધી કે (આગ સળગી જય) અને રોટલીઓ બની જાય, એવી જ રીતે નાના નાના ગુનાહ ક્યારે તેની પકડ કરી લેવામાં આવે અને તૌબા કરવાનો પણ સમય ન મળે અથવા અલ્લાહ પાસે માફી માગવાનો પણ સમય ન મળે અને તે હલાક થઈ જાય.

فوائد الحديث

મસઅલાને સમજાવવા માટે અને સ્પષ્ટ કરવા માટે આપ સ.લ. ઉદાહરણ આપી સમજાવતા.

નાના અને સામાન્ય ગુનાહોથી પણ બચવું જોઈએ. અને લોકોને તેના કફફારા માટે તૈયાર રહેવાની તાકીદ.

ગુનાહોને સામાન્ય સમજવું, તેના કેટલાક અર્થ થાય છે: પહેલું : બંદો ગુનાહ કરતો રહે છે એ અનુમાન લગાવી કે તે નાના ગુનાહ છે, જ્યારે કે અલ્લાહ પાસે તે કબીરહ ગુનાહો માંથી હોય છે, બીજું : બંદો નાના ગુનાહ કરતો રહે છે, તેની પરવા કર્યા વગર, તૌબા પણ નથી કરતો અહીં સુધી કે નાના ગુનાહ ભેગા થઈ અહીં સુધી કે તેને હલાક કરી દે છે, ત્રીજું : નાના નાના ગુનાહની પરવા કર્યા વગર તે બરાબર ગુનાહ કરતો રહે છે, અહીં સુધી કે તે ગુનાહ મોટા ગુનાહોનું સ્વરૂપ લઈ લે છે.

التصنيفات

ગુનાહની નિંદા