અલ્લાહ એવા લોકોને અઝાબ આપશે, જેઓ લોકોને દુનિયામાં જ સજા આપે છે

અલ્લાહ એવા લોકોને અઝાબ આપશે, જેઓ લોકોને દુનિયામાં જ સજા આપે છે

હિશામ બિન્ હકીમ બિન્ હિઝામ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે તેઓ શામમાં અન્બાત કબીલાના કેટલાક ખેડૂતો પાસેથી પસાર થયા, તેમને તડકામાં ઉભા રાખવામાં આવ્યા હતા, તેમણે કહ્યું: આ શું છે? તેઓએ કહ્યું: કર બાબતે તેમને કેદ કરી લેવામાં આવ્યા છે, હિશામ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું સાક્ષી આપું છું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મેં કહેતા સાંભળ્યા: «અલ્લાહ એવા લોકોને અઝાબ આપશે, જેઓ લોકોને દુનિયામાં જ સજા આપે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

હિશામ બિન હકીમ બિન હિઝામ રઝી અલ્લાહુ અન્હુમા શામ શહેરમાં કેટલાક અન્બાત કબીલાના ખેડૂતો પાસેથી પસાર થયા, જેમને તડકામાં ઉભા રાખવામાં આવ્યા હતા, તેમણે પૂછ્યું આ શું છે? તે લોકોએ જણાવ્યું કે તેમને સક્ષમ હોવા છતાંય કર ન ભરવાના કારણે આ સજા આપવામાં આવી રહી છે. હિશામ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું સાક્ષી આપું છું કે મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: ખરેખર જે લોકો દુનિયામાં લોકો પર અત્યાચાર કરતા તેમને સજા આપશે, અલ્લાહ તઆલા તેમને અઝાબ આપશે.

فوائد الحديث

જિઝિયા (કર) નો અર્થ: ઇસ્લામની ભૂમિમાં તેમના રક્ષણ અને નિવાસના બદલે અહલે કિતાબના માલદારો અને પુખ્તવય પુરુષો પર લાગ્ય કરવામાં આવતા પૈસા.

શરીઅત પ્રમાણે કોઈ કારણ વગર લોકોને અહીં સુધી કે કાફિરને પણ સજા આપવી હરામ છે.

અત્યાચાર કરનારે જુલમ કરવાથી રુકી જવું જોઈએ.

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબા ભલાઈનો આદેશ આપતા અને બુરાઈથી રોકતા હતા.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ કારણ વગર સજા આપવાનું ખંડન કરે છે, આ હદીષમાં કાયદેસર આપવામાં આવતી સજા, જેવી કે કિસાસ, સીમાઓનું ઉલ્લંઘન, ચેતવણી જેવા આદેશોનો સમાવેશ થતો નથી.

التصنيفات

નિંદનીય અખલાક