કયામતના દિવસે અઝાન આપનારની ગરદનો સૌથી લાંબી હશે

કયામતના દિવસે અઝાન આપનારની ગરદનો સૌથી લાંબી હશે

મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «કયામતના દિવસે અઝાન આપનારની ગરદનો સૌથી લાંબી હશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે મુઅઝ્ઝિનો જેઓ નમાઝ માટે અઝાન આપે છે, તેઓની ગરદનો કયામતના દિવસે સૌથી લાંબી હશે, તેમના મહાન કાર્ય તેમજ ખૂબ ભલાઈ અને મહાન સવાબના કારણે.

فوائد الحديث

અઝાનની મહત્ત્વતા અને તેના પર અમલ કરવા પર પ્રોત્સાહન.

અઝાન આપનારની મહાનતાનું વર્ણન કે કયામતના દિવસે તેમનું સૌથી ઊંચું સ્થાન હશે.

التصنيفات

આખિરતનું જીવન, અઝાન અને ઇકમત