એક વ્યક્તિ હતો, હું નથી જાણતો કે તેનું ઘર મસ્જિદથી ઘણું દૂર હતું,, તો પણ તેનાથી એક પણ નમાઝ નહતી જતી

એક વ્યક્તિ હતો, હું નથી જાણતો કે તેનું ઘર મસ્જિદથી ઘણું દૂર હતું,, તો પણ તેનાથી એક પણ નમાઝ નહતી જતી

ઉબૈ બિન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: એક વ્યક્તિ હતો, હું નથી જાણતો કે તેનું ઘર મસ્જિદથી ઘણું દૂર હતું,, તો પણ તેનાથી એક પણ નમાઝ નહતી જતી, તેને કહેવામાં આવ્યું: અથવા મેં તેને કહ્યું: તું એક (સવારી માટે) ગધેડો ખરીદી લે, જેના પર તું અંધારામાં તેમજ સખત ગરમીમા આવી શકે, તેણે કહ્યું: મને પસંદ નથી કે મારું ઘર મસ્જિદની બાજુમાં હોય, મારી ઈચ્છા તો એવી છે કે મારું મસ્જિદ તરફ ચાલીને જવું અને મારા ઘર તરફ નમાઝ પઢીને પાછા ફરવું દરેક ડગલાં નેકી તરીકે લખવામાં આવે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર અલ્લાહએ આ બધું તમારા માટે ભેગું કરી રાખ્યું છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

ઉબૈ બિન કઅબ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે અન્સારના એક વ્યક્તિને હું જાણું છું, તેનું ઘર મસ્જિદે નબવીથી એટલું દૂર હતું કે બીજા કોઈનું ઘર એટલું દૂર ન હતું, તો પણ તેની એક પણ નમાઝ નહતી જતી; પરંતુ દરેક નમાઝમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે નમાઝમાં હાજર રહેતા, તેને કહેવામાં આવ્યું: તું તારા માટે એક ગધેડો ખરીદી લે, જેથી તું અંધારામાં અને સખત ગરમીના સમયે સવારી કરી આવી શકે, તેણે કહ્યું: મારી ઈચ્છા નથી કે મારું ઘર મસ્જિદની નજીક હોય અથવા બાજુમાં હોય, હું તો ઇચ્છું છું કે મસ્જિદ તરફ મારું ચાલીને આવવું અને મારું ઘર તરફ ચાલતા જવું બન્ને મારા અમલમાં નેકી રૂપે લખવામાં આવે, આપ સલ્લલાહુ અલૈહિ વસલ્લમ સુધી આ વાત પહોંચી, તો આપ સલ્લલાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર અલ્લાહએ આ બધું તમારા માટે ભેગું કરી રાખ્યું છે».

فوائد الحديث

નેકીની પ્રાપ્તિ, તેમજ તેમાં વધારો અને સવાબ મેળવવાની સહાબાની તીવ્ર ઉત્સુકતા.

ઇમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: જે પ્રમાણે નમાઝ માટે આવવા પર દરેક કદમ પર નેકી મળે છે એવી જ રીતે નમાઝ પઢી ઘર સુધી જવા પર પણ નેકી મળે છે.

મુસલમાનો માટે જરૂરી છે કે તેઓ એકબીજાને નેકીના કાર્યોમાં પ્રોત્સાહન આપે અને નેકી પ્રત્યે નિખાલસતા સાથે ભલામણ આપે, જેથી જો કોઈ જુએ કે તેનો ભાઈ પરેશાનીમાં સપડાયેલો છે તો તેણે તેને છુટકારા માટે તોગ્ય સલાહ આપવી જોઈએ.

મસ્જિદથી દૂર ઘર નમાઝ માટે જમાઅત છોડવાનું યોગ્ય કારણ ગણવામાં નહીં આવે, જો તમે અઝાન સાંભળતા હોય.

التصنيفات

ઇસ્લામના સદ્ગુણો અને ગુણો