હે અલ્લાહ! ખરેખર જીવન તો આખિરતનું જીવન છે, અન્સાર અને મુહાજિરીનને માફ કરી દે

હે અલ્લાહ! ખરેખર જીવન તો આખિરતનું જીવન છે, અન્સાર અને મુહાજિરીનને માફ કરી દે

અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે અલ્લાહ! ખરેખર જીવન તો આખિરતનું જીવન છે, અન્સાર અને મુહાજિરીનને માફ કરી દે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ખરેખર જીવન તો આખિરતનું જીવન છે, જ્યાં અલ્લાહની પ્રસન્નતા તેની રહમત અને તેની જન્નત હશે; દુનિયાનું જીવન તો ખતમ થનારું છે, આખિરતનું જીવન હમેંશા બાકી રહેનારું જીવન છે, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અન્સાર માટે તેમની પ્રતિષ્ઠતા અને માન સન્માન કરતા તેમની માફી માટે દુઆ કરી, જેમણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લને અને મુહાજિર સહાબાઓને આશરો આપ્યો, તેમની મદદ કરી અને પોતાનો માલ તેમની વચ્ચે વિભાજીત કર્યો, એવી જ રીતે મુહાજિર સહાબાઓ માટે પણ દુઆ કરી, જેમણે અલ્લાહની કૃપા અને પ્રસન્નતા શોધતા પોતાનો માલ અને ઘર છોડી દીધું.

فوائد الحديث

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું દુન્યવી જીવનથી અળગા રહેવું અને આખિરત પર સંપૂર્ણ ધ્યાન આપવું.

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની ઉમ્મતના લોકોને આ દુનિયાની નષ્ટ થનાર સુખોનો ત્યાગ કરવા પર પ્રોત્સાહિત કર્યા.

મુહાજીર અને અન્સાર સહાબાઓની મહત્ત્વતાનું વર્ણન, જેમ કે તેમના માટે માફીની દુઆ કરવી.

બંદો જે કંઈ પ્રાપ્ત કરે છે, તે તેના પર ખુશ ન થાય; કારણકે આ દુનિયા તો ઝડપથી ખતમ થનારી છે અને ઘણીવાર તો મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે અને ખરેખર કાયમી અને હમેંશા રહેવાવાળું ઘર તો આખિરત જ છે.

التصنيفات

દુનિયાનો લોભની નિંદા