ઇસ્રા અને મેઅરાજની રાત્રે હું ઇબ્રાહિમ અલૈહિસ્ સલામને મળ્યો, તેમણે મને કહ્યું: હે મુહમ્મદ ! તમારી ઉમ્મતને મારા…

ઇસ્રા અને મેઅરાજની રાત્રે હું ઇબ્રાહિમ અલૈહિસ્ સલામને મળ્યો, તેમણે મને કહ્યું: હે મુહમ્મદ ! તમારી ઉમ્મતને મારા તરફથી સલામ કહેજો, અને તેમને જાણ કરી દેજો કે જન્નતની માટી ખૂબ જ ફળદ્રુપ છે, તેનું પાણી ખૂબ જ મીઠું છે

ઈબ્ને મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ઇસ્રા અને મેઅરાજની રાત્રે હું ઇબ્રાહિમ અલૈહિસ્ સલામને મળ્યો, તેમણે મને કહ્યું: હે મુહમ્મદ ! તમારી ઉમ્મતને મારા તરફથી સલામ કહેજો, અને તેમને જાણ કરી દેજો કે જન્નતની માટી ખૂબ જ ફળદ્રુપ છે, તેનું પાણી ખૂબ જ મીઠું છે, તે સપાટ મેદાન છે અને તેની વાવણી, સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુ લિલ્લાહિ, વલા ઇલાહ ઇલ્લલ્લાહ, વલ્લાહુ અકબર છે».

[હસન બિશવાહિદીહી] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે મેં ઇસ્રા અને મેઅરાજની રાત્રે ઈબ્રાહીમ ખલીલુલ્લાહ સાથે મુલાકાત કરી, તેમણે કહ્યું, હે મુહમ્મદ ! મારા તરફથી તમારી કોમને સલામ પહોંચાડશો અને કહેજો કે જન્નતની માટી ખૂબ જ ફળદ્રુપ છે, તેનું પાણી ખૂબ જ મીઠું છે, સહેજ પણ ખારાશ નથી, અને જન્નત એક વિશાળ સપાટ મેદાન છે, આ પવિત્ર શબ્દો દ્વારા ત્યાં વાવણી કરવામાં આવે, અને બાકી રહેવાવાળી નેકીઓ છે : સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુ લિલ્લાહિ, વલા ઇલાહ ઇલ્લલ્લાહ, વલ્લાહુ અકબર , જ્યારે પણ કોઈ મુસ્લિમ આ શબ્દો કહેશે અને દોહરાવશે તો તેના માટે એક છોડનું રોપાણ કરવામાં આવશે.

فوائد الحديث

જન્નતમાં વધારે પ્રમાણમાં વાવણી થાય, તે માટે સતત ઝિક્ર કરવા પર ઉભાર્યા છે.

મુસલમાન કોમની મહત્ત્વતા, કે ઇબ્રાહિમ અલૈહિસ્ સલામએ સલામ પહોચાડ્યું.

ઈબ્રાહીમ અલૈહિસ્ સલામ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કોમને વધુ ઝિક્ર કરવા પર ઉભારી રહ્યા છે.

ઈમામ તીબી રહિમહુલ્લાહએ કહ્યું: જન્નત એક સપાટ મેદાન છે, પછી અલ્લાહ તઆલાએ નેક કામ કરનાર લોકો માટે તેમના અમલ પ્રમાણે ત્યાં વૃક્ષ અને મહેલ બનાવ્યા, દરેક અમલ કરનાર માટે તેના કામ મુજબ કંઈક વસ્તુ હોય છે, પછી અમલ કરનાર માટે, અલ્લાહ અમલ કરવું સરળ કરી દે છે, જેથી જે સવાબ તેના માટે નક્કી છે, તે મેળવી શકે, જેવું કે અહીંયા વર્ણન કરવામાં આવ્યું કે વાવણી કરી વૃક્ષ રોપનાર.

التصنيفات

ઝિકરની મહ્ત્વતા