إعدادات العرض
અલ્લાહ તઆલાએ મને જે હિદાયત અને ઇલ્મ સાથે પયગંબરી સોંપી છે, તેનું ઉદાહરણ તે વરસાદ જેવું છે, જે ઝમીન પર વરસે
અલ્લાહ તઆલાએ મને જે હિદાયત અને ઇલ્મ સાથે પયગંબરી સોંપી છે, તેનું ઉદાહરણ તે વરસાદ જેવું છે, જે ઝમીન પર વરસે
અબૂ મૂસા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: અલ્લાહ તઆલાએ મને જે હિદાયત અને ઇલ્મ સાથે પયગંબરી સોંપી છે, તેનું ઉદાહરણ તે વરસાદ જેવું છે, જે ઝમીન પર વરસે, ઝમીનનો જે ભાગ સારો હોય તે ઝમીનના ભાગે વરસાદનું પાણી અંદર પી લીધું, અને તે ઝમીને ઘણો ચારો અને ફળો ઉપજાવ્યા, અને ઝમીનનો થોડોક ભાગ સખત હતો, તેણે પાણી રોકી લીધું, જેનાથી અલ્લાહ તઆલાએ લોકોને ફાયદો પહોંચાડ્યો, તેમણે પણ પીધું અને તેમના ઢોરોએ તેમજ ખેતી કરવા માટે કામમાં આવ્યું, જ્યારે કે ઝમીનનો એક ભાગ સપાટ મેદાન હતું, જેના પર વરસાદ પડ્યો તો તેણે ન તો પાણી રોકયું અને ન્ તો ઘાસ ઉપજાવ્યા, પહેલું ઝમીનનું ઉદાહરણ તે લોકોનું છે, જેમણે ઇલ્મ પ્રાપ્ત કર્યું અને લોકો સુધી તે ઇલ્મ પહોચાડ્યું, અને અલ્લાહએ જે મને હિદાયત સાથે મોકલ્યો છે તેનું ઇલ્મ પ્રાપ્ત કર્યું અને લોકો સુધી પહોચાડ્યું, બીજું ઉદાહરણ તે લોકોનું છે, જેમણે ઇલ્મ પ્રાપ્ત કરવા માટે માથું પણ ન ઉઠાવ્યું, અને ન્ તો અલ્લાહએ ને આપેલી હિદાયતનો સ્વીકાર કર્યો.
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Hausa Kurdî Tiếng Việt Magyar ქართული Kiswahili සිංහල Română অসমীয়া ไทย Português मराठी دری አማርኛ ភាសាខ្មែរالشرح
આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે તે વ્યક્તિ પર આશ્ચર્ય વ્યક્ત કરતા ઉપમા આપી, જે હિદાયત અને સાચા માર્ગથી ફાયદો ઉઠાવે છે, અને શરીઅતના ઇલ્મને તે ઝમીન વડે ઉપમા આપી છે, જેના પર પુષ્કળ વરસાદ વરસ્યો હોય; તેને ત્રણ પ્રકારમાં વિભાજીત કરવામાં આવે છે : પહેલી : તે પાક જમીન, જે વરસાદના પાણીને ચૂસી પોતાની અંદર લઈ લે છે, જેના કારણે ઘણા પાંદડા, ઘાસ ઉપજે છે, જેનાથી ઘણા લોકો ફાયદો ઉઠાવે છે. બીજી : જે ઝમીન પાણી રોકી રાખે છે, તેનાથી પાંદડા કે વનસ્પતિ ઉપજતા નથી, પરંતુ તે પાણી સંભાળી રાખે છે, જેના કારણે લોકો તેનાથી ફાયદો ઉઠાવે છે, તેઓ પણ પાણી પીવે છે અને તેમના ઢોરો પણ પાણી પીવે છે તેમજ ખેતરો માટે ઉપયોગમાં આવે ચેમ ત્રીજી : સપાટ જમીન, જેમાં પાણી રોકાતું નથી, અને ન્ તો ત્યાં વનસ્પતિ ઉપજે છે, તેનાથી કોઈ પણ ફાયદો ઉઠાવી નથી શકતું, ન તો તે જમીન પોતે પણ અને ન્ તો અન્ય લોકો પણ. એવી જ રીતે તે લોકો પણ છે, જેઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વસ્સલમે લાવેલ હિદાયત અને ઇલ્મને સાંભળે છે. પહેલું : એવો આલીમ, જે અલ્લાહના દીનથી સારી રીતે વાકેફ છે, જે પોતાના જ્ઞાન પર અમલ કરે છે અને બીજાઓને શીખવાડે છે; તે સારી માટી જેવો છે, જે પોતે પાણી પીવે છે અને લાભ આપે છે, અને પાક ઉત્પન્ન કરે છે અને બીજાઓને ફાયદો પહોંચાડે છે. બીજો : જેણે ઇલ્મ કંઠસ્થ કર્યું હોય, પણ તેની સમજુતી કે ઊંડાણપૂર્વક નથી જતો, તે જ્ઞાનનો સંગ્રહકર્તા છે, તેમાં પોતાનો સમય ડૂબેલો રાખે છે, પરંતુ તે પોતાના સ્વૈચ્છિક કાર્યો કરતો નથી, અથવા તે સમજી શકતો નથી કે તેણે શું એકત્રિત કર્યું છે. તે બીજાઓ માટે ફક્ત એક સાધન છે, અને તે જમીન જેવો છે, જેમાં પાણી સ્થાયી થાય છે અને લોકો તેનાથી લાભ મેળવે છે. ત્રીજું : જે કોઈ ઇલ્મ સાંભળે છે પણ તેને યાદ રાખતો નથી, તેના પર અમલ કરતો નથી, અથવા બીજા સુધી પહોંચાડતો નથી; તે ખારી કે સુંવાળી જમીન જેવો છે, જેમાં કોઈ છોડ નથી અને તે પાણી સ્વીકારતી પણ નથી અથવા બીજાઓ માટે તેને બગાડતી છે.فوائد الحديث
ઇલ્મ શીખવા અને શીખવાડવાની મહ્ત્વતા, અને તે બન્નેથી દૂર રહેવાથી બચવું જોઈએ.
લોકોને સારી રીતે સમજાવવા માટે ઉદાહરણ આપી શકાય છે.
કુરતુબી રહ.એ કહ્યું : જે રીતે વરસાદનું પાણી મૃત જમીનને જીવતી કરી દે છે એવી જ રીતે દીનનું ઇલ્મ મૃતક દિલને જીવિત કરી દે છે, પછી તેમણે પોતાના શ્રોતાઓનેને વિવિધ પ્રકારની જમીન દ્વારા સરખાવ્યા.
લોકો પાસે ઇસ્લામિક કાયદાના જ્ઞાનના વિવિધ સ્તરો છે.
التصنيفات
ઇલ્મની મહ્ત્વતા