શું તમે જે ઈચ્છો તે ખાતા-પિતા નથી? મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા કે પેટ ભરાઈ જાય એટલી ખજૂરો…

શું તમે જે ઈચ્છો તે ખાતા-પિતા નથી? મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા કે પેટ ભરાઈ જાય એટલી ખજૂરો પણ ન હોતી

નૌમાન બિન્ બશીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: શું તમે જે ઈચ્છો તે ખાતા-પિતા નથી? મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા કે પેટ ભરાઈ જાય એટલી ખજૂરો પણ ન હોતી.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નૌમાન બિન્ બશીર રઝી અલ્લાહુ અન્હુ લોકોને તેમની પાસે રહેલી નેઅમતોને યાદ અપાવે છે, અને તેઓ જેટલું ઇચ્છે તેટલું ખાતા અને પીતા રહે છે, પછી તેઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સ્થિતિ વિશે જણાવે છે કે તેઓ ભૂખના કારણે પોતાનું પેટ ભરવા માટે કોઈ નબળી ગુણવત્તાવાળી ખજૂર પણ મળતી ન હતી.

فوائد الحديث

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પરહેજગારી (દુનિયાથી અળગા રહેવાની) સ્થિતિનું વર્ણન.

આ હદીષમાં દુન્યવી બાબતોમાં સુન્નતનું અનુસરણ કરવા, અને ઓછામાં ઓછી માત્રામાં જીવન પસાર કરવા તેમજ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ કરવા પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

લોકોને તેમને આપેલી નેઅમતોને યાદ અપાવી અને તેના અલ્લાહનો આભાર વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા.

التصنيفات

દુનિયાનો લોભની નિંદા