રમઝાનના છેલ્લા અશરા (દસ દિવસોમાં)ની એકી રાતોમાં લેલતુલ્ કદર શોધો

રમઝાનના છેલ્લા અશરા (દસ દિવસોમાં)ની એકી રાતોમાં લેલતુલ્ કદર શોધો

આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «રમઝાનના છેલ્લા અશરા (દસ દિવસોમાં)ની એકી રાતોમાં લેલતુલ્ કદર શોધો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી ﷺએ આપણને ઘણા નેક અમલ કરી, મહેનત કરી તેમજ લેલતુલ્ શોધવા પર ઊભાર્યા છે, દર વર્ષે રમઝાનમાં છેલ્લા દસ દિવસોમાં તેની સંભાવના વધારે હોય છે, અને તે તારીખ: એકવીસ (૨૧), ત્રેવીસ (૨૩), પચ્ચીસ (૨૫), સત્યાવીસ (૨૭) અને ઓગણત્રીસ (૨૯) હોય છે.

فوائد الحديث

લલતુલ્ કદરની મહત્ત્વતા અને તેને શોધવા માટે તાકીદ કરી છે.

અલ્લાહ તઆલાની હિકમત અને રહેમતથી તે રાતને છુપાવવામાં આવી છે, જેથી લોકો ઈબાદત કરવામાં મહેનત કરે, તે રાતને શોધે જેથી તેમના સવાબમાં વધારો થઈ શકે.

લેલતુલ્ કદર રમઝાનના છેલ્લા દસ દિવસોમાં હોય છે અને તે પણ એકી સંખ્યાની રાત્રીઓમાં તેની શકયતા વધારે છે.

લયલતુલ્ કદર રમઝાનના છેલ્લા દસ દિવસોમાં કોઈ એક રાતમાં હોય છે, અને આ તે રાત છે, જેમાં આપ ﷺ પર કુરઆન ઉતારવામાં આવ્યું, તે રાતને તેની બરકતો અને ભલાઈઓના કારણે અને નેક અમલના અસરથી તેને હજાર રાત કરતા પણ વધારે બરકત વાળી કહી છે.

આ રાતનું નામ (લયલતુલ્ કદર) રાખવામાં આવ્યું, દાલ પર જઝમ પઢતા તેનો અર્થ થાય છે કે પ્રતિષ્ઠિત, કહેવામાં આવ્યું: ફુલાનુન અઝીમુલ્ કદ્રિ, અરબી વ્યાકરણ પ્રમાણે તેની ગુણવત્તાના છુપાવવામાં આવી છે, જેનો અર્થ થાય છે પ્રતિષ્ઠિત રાત, અર્થાત્, તે રાત પવિત્ર, મહાન અને બરકતો વાળી રાત છે, (અમે આ કુરઆનને પવિત્ર રાતમાં ઉતાર્યું) [દુખાન: ૩], અથવા તકદીર (અંદાજો): શક્ય છે કે આ રાત તે રીતે પણ પ્રતિષ્ઠિત છે કે આ રાતમાં વર્ષમાં શુ થવાનું છે તેનો અંદાજો નક્કી થતો હોય છે, (તે જ રાતમાં દરેક ઠોસ કાર્યનો નિર્ણય કરવામાં આવે છે) [અદ્ દુખાન: ૪].

التصنيفات

રમઝાનના અંતિમ દસ દિવસ