إعدادات العرض
જ્યારે રમઝાનના છેલ્લા દિવસ બાકી રહેતા તો આપ ﷺ રાત જાગતા, ઘરવવાળોને પણ સાથે જગાડતા અને (ઈબાદત)માં ખૂબ મહેનત કરતા અને…
જ્યારે રમઝાનના છેલ્લા દિવસ બાકી રહેતા તો આપ ﷺ રાત જાગતા, ઘરવવાળોને પણ સાથે જગાડતા અને (ઈબાદત)માં ખૂબ મહેનત કરતા અને પોતાની કમર સીધી કરી લેતા
ઉમ્મુલ મુઅમિનિન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: જ્યારે રમઝાનના છેલ્લા દિવસ બાકી રહેતા તો આપ ﷺ રાત જાગતા, ઘરવવાળોને પણ સાથે જગાડતા અને (ઈબાદત)માં ખૂબ મહેનત કરતા અને પોતાની કમર સીધી કરી લેતા.
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Kurdî Português සිංහල Kiswahili অসমীয়া Tiếng Việt Hausa Nederlands አማርኛ മലയാളം ไทย Românăالشرح
જ્યારે રમઝાનના છેલ્લા દસ દિવસો બાકી રહેતા, ત્યારે નબી ﷺ આખી રાત અલ્લાહની ઈબાદત કરી જાગતા અને પોતાના ઘરવાળાઓને પણ નમાઝ માટે જગાડતા, સામાન્ય દિવસો કરતા વધારે ઈબાદત કરતા અને પોતાને સમર્પિત કરી દેતા અને પત્નીઓથી અલગ થઈ જતા હતા.فوائد الحديث
પવિત્ર દિવસોમાં વધુમાં વધુ નેક અમલ કરવા બાબતે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
ઇમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીસથી સ્પષ્ટ છે: રમઝાનના છેલ્લા દસ દિવસોમાં વધુ ઇબાદત કરવાની ભલામણ કરવામાં આવે છે અને તે રાતોને ઇબાદત માટે જાગવું મુસ્તહબ છે.
બંદા માટે જરૂરી છે કે તે ઈબાદતમાં સામેલ થવાનો આદેશ આપીને પોતાના પરિવારના હિત માટે આતુર હોવું જોઈએ અને તેમણે તેમની સાથે ધીરજ રાખવી જોઈએ.
નેકીના કાર્યો માટે સંકલ્પ, ધીરજ અને દ્રઢતાની જરૂર છે.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આલિમો વચ્ચે આ શબ્દના અર્થને લઈ થોડોક વિવાદ જોવા મળે છે, (કમર સીધી કરી લેતા), કહેવામાં આવ્યું: સામાન્ય રીતે ઈબાદત કરવાની જે આદત હતી, તે દિવસોમાં તેના કરતાં વધુ ઈબાદત કરવી, એક અર્થ એ પણ કે કપડું બાંધવું, કહેવામાં આવે છે કે મેં ફલાણા કામ માટે મારું પકડું બાંધી લીધું અર્થાત્ હું તેના માટે ફારીગ અને તૈયાર થઈ ગયો, અને કહેવામાં આવ્યું: ઈબાદત માટે સંપૂર્ણ રીતે સ્ત્રીઓથી અળગા થઈ જવું.
التصنيفات
રમઝાનના અંતિમ દસ દિવસ