إعدادات العرض
અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક મિનલ્ ખૈરિ કુલ્લિહિ, આજિલિહિ વ આજિલિહિ, મા અલિમ્તુ મિન્હુ વમા અઅલમુ, વઅઊઝુ બિક મિન્…
અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક મિનલ્ ખૈરિ કુલ્લિહિ, આજિલિહિ વ આજિલિહિ, મા અલિમ્તુ મિન્હુ વમા અઅલમુ, વઅઊઝુ બિક મિન્ શર્રિ કુલ્લિહિ, આજિલિહિ વ આજિલિહિ, મા અલિમ્તુ મિન્હુ વમા અઅલમુ
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને આ દુઆ શીખવાડી: «"અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક મિનલ્ ખૈરિ કુલ્લિહિ, આજિલિહિ વ આજિલિહિ, મા અલિમ્તુ મિન્હુ વમા અઅલમુ, વઅઊઝુ બિક મિન્ શર્રિ કુલ્લિહિ, આજિલિહિ વ આજિલિહિ, મા અલિમ્તુ મિન્હુ વમા અઅલમુ, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક મિનલ્ ખૈરિ મા સઅલક અબ્દુક્ વનબિય્યુક, વઅઊઝુ બિક મિન્ શર્રિ મા આઝ બિહિ અબ્દુક્ વનબિય્યુક્, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ જન્નહ્, વમા કર્રબ ઇલૈહા મિન્ કવ્લિન્ વઅમલિન્, વઅઊઝુ બિક મિનન્ નાર, વમા કર્રબ ઇલૈહા મિન્ કવ્લિન્ વઅમલિન્, વઅસ્અલુક અન્ તજ્અલ કુલ્લ કઝાઇન્ કઝઇતુહુ લી ખૈરન્" હે અલ્લાહ ! હું તારી પાસે સંપૂર્ણ ભલાઈ માગું છું, જે મને નજીકમાં અને ભવિષ્યમાં મળશે, જે મને ખબર હોય અને જે મને ખબર ન હોય તે પણ, હે અલ્લાહ! હું તારી પાસે દરેક બુરાઈથી પનાહ માગું છું, જે નજીકમાં આવશે કે ભવિષ્યમાં, જે મને ખબર હોય અથવા જેને હું ન જાણતો હોય, હે અલ્લાહ ! હું તારી પાસે તે ભલાઈ માંગુ છું, જે તારા બંદા અને તારા નબીએ તારી પાસે માંગી હતી, અને હું તે વસ્તુથી પનાહ માગું છું, જેને તારા બંદા અને તારા નબીએ પનાહ માંગી હોય, હે અલ્લાહ ! હું તારી પાસે જન્નતનો સવાલ કરું છું, અને તે દરેક વાત તેમજ અમલનો પણ સવાલ કરું છું, જે મને જન્નતથી નજીક કરી દે, અને હું તારી પાસે જહન્નમથી પનાહ માગું છું અને તે દરેક વાત તેમજ અમલથી પણ પનાહ માગું છું, જે મને જહન્નમથી નજીક કરી દે, અને હું તારી પાસે સવાલ કરું છું, તે દરેક નિર્ણય જે તે મારા માટે કર્યો છે, તેને શ્રેષ્ઠ કરી દે».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Hausa Kurdî Português සිංහල Nederlands অসমীয়া Tiếng Việt Kiswahili پښتو አማርኛ ไทย Oromoo Română മലയാളം Deutsch नेपाली Кыргызчаالشرح
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આયશા રઝી અલ્લાહુ અન્હાને એક વ્યાપક દુઆ શીખવાડી, જેમાં ચાર દુઆનો ઉલ્લેખ કર્યો છે: પહેલી દુઆ: સામાન્ય દુઆ જેમાં દરેક પ્રકારની ભલાઈ શામેલ હોય: "અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક મિનલ્ ખૈરિ કુલ્લિહિ" (હે અલ્લાહ ! હું તારી પાસે દરેક ભલાઈનો સવાલ કરું છું) દરેકે દરેક ભલાઈ, "આજિલિહિ" અને મને અત્યારે મળવાની છે, "વ આજિલિહિ", જે મને ભવિષ્યમાં મળવાની છે, "મા અલિમ્તુ મિન્હુ" (જેને હું જાણું છું) જેને હું સારી રીતે જાણુતો હોય, "વમા અઅલમુ" (જેને હું જાણતો નથી) જે પવિત્ર અલ્લાહના ઇલ્મમાં હોય. આ દુઆમાં મામલાને અલ્લાહના હવાલે કરવામાં આવ્યો છે, જે બધું જ જાણવાવાળો, ખબર રાખનાર, અને સુક્ષમદર્શી છે; પછી અલ્લાહ તઆલા એક મુસલમાન માટે શ્રેષ્ઠ વસ્તુ પસંદ કરે છે, "વઅઊઝુ" (હું તારી પનાહમાં આવું છું) મારી હિફાજત અને સુરક્ષા, "બિક મિન્ શર્રિ કુલ્લિહિ, આજિલિહિ વ આજિલિહિ, મા અલિમ્તુ મિન્હુ વમા અઅલમુ" (અને હું દરેક બુરાઈથી તારી પનાહ માગું છું, જે નજીકમાં જ મને પહોંચવાની હોય અથવા પછી, જે મને ખબર હોય કે ન હોય). બીજી દુઆ: આ વાક્ય એક મુસલમાનને દુઆમાં અતિરેક કરવાથી બચાવે છે, "અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક" (હે અલ્લાહ હું તારી પાસે સવાલ કરું છું) માંગુ છું, "મિનલ્ ખૈરિ મા સઅલક અબ્દુક્ વનબિય્યુક" તે ભલાઈ, જે તારા બંદા અને તારા નબીએ માંગી) સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, "વઅઊઝુ" (અને હું તારી પાસે પનાહ માગું છું) મારી હિફાજત અને સુરક્ષા માંગુ છું, "બિક મિન્ શર્રિ મા આઝ બિહિ અબ્દુક્ વનબિય્યુક્" (તે દરેક બુરાઈથી જેને તારા બંદા અને નબીએ માંગી) આ દુઆ થી આપણે અલ્લાહ પાસે તે વસ્તુનો સવાલ કરી રહ્યા છે, જેને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અલ્લાહ પાસે માંગી, તે દુઆ વગર જે દુઆ નબી માટે ખાસ હોય છે. ત્રીજી દુઆ: જન્નતમાં પ્રવેશ માટે અને જહન્નમથી દૂર રહેવા માટેની દુઆ, જે દરેક મુસલમાનની તલબ અને તેમના અમલ કરવાનો મૂળ હેતુ છે: "અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ જન્નહ્" (હે અલ્લાહ ! હું જન્નતનો સવાલ કરું છું) સફળતા માટેની દુઆ, "વમા કર્રબ ઇલૈહા મિન્ કવ્લિન્ વઅમલિન્" (અને એવી વાત અને અમલ કરવા માટેની દુઆ જે મને જન્નતથી નજીક કરી દે) નેક અમલ જેના કારણે તું ખુશ થઈ જાવ, "વઅઊઝુ બિક મિનન્ નાર" (અને હું જહન્નમથી પનાહ માંગુ છું) હું બુરાઈ અને ખરાબ કામથી બચી નથી શકતો તારી તૌફીક વગર, "વમા કર્રબ ઇલૈહા મિન્ કવ્લિન્ વઅમલિન્" (એવી વાત અને અમલથી તારી પનાહ માગું છું, જે મને જહન્નમથી નજીક કરી દે) અવજ્ઞા કરવાથી જેના કારણે તું ગુસ્સે થાઓ. ચોથી દુઆ: અલ્લાહના નિર્ણય પર રાજી થવા માટેની દુઆ "વઅસ્અલુક અન્ તજ્અલ કુલ્લ કઝાઇન્ કઝઇતુહુ લી ખૈરન્ (અને મારી બાબતે જે નિર્ણય તે કર્યો છે, તેમાં ભલાઈનો સવાલ કરું છું) દરેક કાર્યમાં અલ્લાહ તારો નિર્ણય મારા માટે ભલાઈ વાળો કરી દે, આ દુઆ અલ્લાહની ખુશીમાં ખુશ થવા માટેની દુઆ છે.فوائد الحديث
ઘરના જવાબદાર વ્યક્તિએ પોતાના ઘરવાળાઓને તેમના દીન અને દુનિયાના ફાયદા માટે તાલીમ આપવી જોઈએ, જેવું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આયશા રઝી અલ્લાહુ અન્હાને આપી રહ્યા છે.
મુસલમાન માટે શ્રેષ્ઠ તે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ્ દ્વારા સાબિત દુઆઓને યાદ કરી પઢતો રહે; કારણકે તે દુઆઓ ખૂબ જ ફાયદાકારક હોય છે.
આલિમોએ આ હદીષ વિશે કહ્યું: આ હદીષમાં ભલાઈના માર્ગ અને બુરાઈથી પનાહ બન્ને એક સાથે વર્ણન કરવામાં આવ્યું છે, એટલા માટે આ દુઆ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત દુઆઓમાં સૌથી શ્રેષ્ઠ દુઆ છે.
અલ્લાહની કૃપા પછી જન્નતમાં પ્રવેશવા માટેના મૂળ સ્ત્રોત: નેક અમલ અને વાતો છે.
التصنيفات
પ્રખ્યાત દુઆઓ