?તમારા માંથી જ્યારે કોઈ ખાવા બેસે તો તેણે જમણા હાથ વડે ખાવું જોઈએ, જ્યારે પીવે તો જમણા હાથ વડે પીવું જોઈએ, એટલા માટે…

?તમારા માંથી જ્યારે કોઈ ખાવા બેસે તો તેણે જમણા હાથ વડે ખાવું જોઈએ, જ્યારે પીવે તો જમણા હાથ વડે પીવું જોઈએ, એટલા માટે કે શૈતાન ડાબા હાથ વડે ખાય છે અને પીવે છે

અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમારા માંથી જ્યારે કોઈ ખાવા બેસે તો તેણે જમણા હાથ વડે ખાવું જોઈએ, જ્યારે પીવે તો જમણા હાથ વડે પીવું જોઈએ, એટલા માટે કે શૈતાન ડાબા હાથ વડે ખાય છે અને પીવે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ મુસલમાનોને જમણા હાથ વડે ખાવા-પીવાનો આદેશ આપ્યો છે, અને ડાબા હાથ વડે ખાવા-પીવાથી રોક્યા છે; કારણકે શૈતાન ડાબા હાથ વડે ખાય છે અને પીવે છે.

فوائد الحديث

આ હદીષમાં ડાબા હાથ વડે ખાવા-પીવા બાબતે શૈતાનની સરખામણી કરવાથી રોક્યા છે.

التصنيفات

ખાવાપીવાના આદાબ, ખાવાપીવાના આદાબ