إعدادات العرض
તમે અલ્લાહના અઝાબ દ્વારા લોકોને અઝાબ ન આપો
તમે અલ્લાહના અઝાબ દ્વારા લોકોને અઝાબ ન આપો
ઇકરિમહ રહિમહુલ્લાહ વર્ણન કરે છે: અલી રઝી અલ્લાહુ અન્હુએ કેટલાક લોકોને બાળી નાખ્યા, અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમાએ કહ્યું: જો હું હોત તો તેમને ન બાળતો, કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે અલ્લાહના અઝાબ દ્વારા લોકોને અઝાબ ન આપો», જો કે હું તેમને કતલ કરી દેતો, જેવું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે પોતાના દીન (ધર્મ) થી ફરી જાય, તેને કતલ કરી દો».
الترجمة
العربية Bosanski English فارسی Français Русский हिन्दी 中文 Bahasa Indonesia اردو Kurdî Português دری Македонски Tiếng Việt Magyar ქართული বাংলা ไทย অসমীয়া Hausa Nederlands ਪੰਜਾਬੀ Kiswahili Tagalogالشرح
અલી બિન્ અબી તાલિબ રઝી અલ્લાહુ અન્હુએ ઇસ્લામથી ફરી જનાર ઝનાદિકહ નામની એક કોમને આગમાં બાળી નાખ્યા, આ વાત અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા સુધી પહોંચી, ત્યારે તેમણે તેમની હત્યા કરવાને સમર્થન આપ્યું, પરંતુ તેમણે તેમને આગમાં બાળી નાખવાનો ઇન્કાર કર્યો. તેમણે કહ્યું: જો હું તેમની જગ્યાએ હોત, તો હું તેમને આગથી બાળી ન નાખત, કારણ કે પયગંબરએ જણાવ્યું છે કે અગ્નિના પાલનહાર અલ્લાહ સિવાય કોઈ અગ્નિ દ્વારા સજા આપી શકતો નથી, પરંતુ તેમને મારવા (હત્યા કરવા) માટે જે પ્રમાણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું તે તરીકો પુરતો છે: જો કોઈ ઇસ્લામ છોડી દે અને પોતાનો ધર્મ બદલીને બીજા ધર્મમાં બદલી નાખે, તો તેને મારી નાખો.فوائد الحديث
આલિમો આ વાત પર એકમત છે કે ઇસ્લામ દીનથી વિમુખ થઈ જનારને કતલ કરી દેવામાં આવે, પરંતુ તેના માટે શરતો છે, જેને ફક્ત ઇમામ અને શાસક જ કરી શકશે.
આ વાક્ય: "જે દીનથી ફરી જાય તેને કતલ કરી દો" અર્થાત્: જે ઇસ્લામ દીનથી વિમુખ થઈ જાય: આ આદેશ પુરુષો અને સ્ત્રીઓ બંનેને લાગુ પડશે.
ઇસ્લામ દીનથી વિમુખ થઈ જનારને તેના વિમુખ થવા પર છોડી દેવામાં ન આવે, પરંતુ તેને ઇસ્લામ તરફ બોલાવવામાં આવશે, અને (જો તે ઈનકાર) કરે, તો તેને કતલ કરી દેવામાં આવશે.
આ હદીષમાં આગથી કોઈને અઝાબ આપવા પર રોકવામાં આવ્યા છે, અને જણાવ્યું કે હુદૂદ (સજાઓ) અગ્નિ દ્વારા આપવામાં આવતી નથી.
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમાની મહત્ત્વતા, તેમના ખૂબ જ્ઞાન અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીષોની સમજૂતી.
આ હદીષમાં વિરોધ કરનાર લોકોને ઠપકો આપવાના શિષ્ટાચાર વર્ણન કરવામાં આવ્યા છે.
التصنيفات
ઇસ્લામ દીનથી ફરી જવાની હદ (સજા)