إعدادات العرض
જે વ્યક્તિએ સૂરે અલ્ કહફની પહેલી દસ આયતો યાદ કરી, તે દજ્જાલના ફિતનાથી સુરક્ષિત થઈ જશે». અને બીજી રિવાયતના શબ્દો છે:…
જે વ્યક્તિએ સૂરે અલ્ કહફની પહેલી દસ આયતો યાદ કરી, તે દજ્જાલના ફિતનાથી સુરક્ષિત થઈ જશે». અને બીજી રિવાયતના શબ્દો છે: «સૂરે અલ્ કફહની છેલ્લી દસ આયતો
અબુદ્ દરદાઅ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «જે વ્યક્તિએ સૂરે અલ્ કહફની પહેલી દસ આયતો યાદ કરી, તે દજ્જાલના ફિતનાથી સુરક્ષિત થઈ જશે». અને બીજી રિવાયતના શબ્દો છે: «સૂરે અલ્ કફહની છેલ્લી દસ આયતો».
الترجمة
العربية Bosanski English فارسی Français Bahasa Indonesia Русский Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Español Kurdî Português සිංහල Kiswahili অসমীয়া Tiếng Việt Nederlands አማርኛ Hausa മലയാളം Română ไทยالشرح
આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે જે વ્યક્તિએ પણ સૂરે અલ્ કફફની પહેલી દસ આયતો યાદ કરી તો તે દજ્જાલના ફિતનાથી બચી જશે અને સુરક્ષિત થઈ જશે, જે અંતિમ સમયમાં નીકળશે અને લોકોને પોતાની ઈબાદત કરવા પર આમંત્રિત કરશે, અને તેનો ફિતનો આદમ અલૈહિસ્ સલામથી લઈને કયામત સુધી જમીન પર સૌથી મોટો ફિતનો હશે, જો કે અલ્લાહ તઆલાએ તેને કેટલાક મુઅજિઝાઓ આપ્યા, જેથી તે પોતાના અનુયાયીઓને ફિતનામાં નાખશે, અને સૂરે અલ્ કહફની પહેલી દસ આયતોમાં તેના કરતાં વધુ અનોખા મુઅજિઝા વર્ણન થયા છે, એટલા માટે જે કઈ પણ તેમાં ચિંતન મનન કરશે તે દજ્જાલના ફિતનામાં સપડાવવાથી બચી જશે. અને બીજી રિયાવતમાં છે: સૂરે કહફની છેલ્લી દસ આયતો, જેમાં અલ્લાહએ કહ્યું: {શું કાફિરો એવું સમજી બેઠા છે કે મારા વગર તે મારા બંદાઓને પોતાની મદદ કરવાવાળા બનાવી લેશે?...}.فوائد الحديث
સૂરે કહફની મહત્તવતાનું વર્ણન, અને તેની શરૂઆત તેમજ અંતિમ આયતો દજ્જાલના ફિતનાથી બચવાનું કારણ છે.
આ હદીષમાં દજ્જાલ વિષે ખબર આપવામાં આવી છે, અને તે પણ માર્ગદર્શન આપ્યું કે કઈ વસ્તુ તેના ફિતનાથી સુરક્ષિત રાખશે.
સંપૂર્ણ સૂરે કહફ યાદ કરવા પર ઊભાર્યા છે, અને જે સક્ષમ ન હોય તે પહેલી અને છેલ્લી દસ આયતો યાદ કરી લે.
ઈમામ કુર્તુબી રહિમહુલ્લાહએ કહ્યું: તેનું કારણ એ છે: કહેવામાં આવ્યું: કહફના લોકોના કિસ્સામાં ઘણી અજાયબીઓ અને નિશાનીઓ વર્ણન કરવામાં આવી છે, જે પણ તેને પઢશે તે દજ્જાલ બાબતે ન તો તે પરેશાન થશે અને ન તો તે તેનાથી ભયભીત થશે, અને ન તો તેના ફિતનામાં આવશે, કહેવામાં આવ્યું: અલ્લાહ તઆલાએ કહ્યું: {આ સીધો માર્ગ બતાવનાર કિતાબ છે, જેથી લોકોને અલ્લાહના સખત અઝાબથી ડરાવે}, જેથી તે તેના ગંભીરતા પૂર્વક અને બહાદુરી સાથે તેના પર અડગ રહે, અને આ દજ્જાલના પાલનહારીના દાવા, તેના પ્રભુત્વ અને તેના મહાન ફિતનાનો સામનો કરવા માટે યોગ્ય છે, કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેના ફિતનાનને ખૂબ જ મહાન બતાવ્યો છે, અને તેની બાબતે સચેત પણ કર્યા છે, અને આજ આ હદીષનો અર્થ છે કે જે પણ આ આયતોને પઢશે અને તેમાં ચિંતન મનન કરશે અને તે અર્થને સમજશે, તો તે તેનાથી સચેત થઈ જશે અને તેના ફિતનાથી બચી જશે.