{શું તમારું હાજીઓને પાણી પીવડાવવું અને મસ્જિદે હરામની સેવા કરવી, તે વ્યક્તિના કાર્ય જેવું ગણી લીધું છે, જે વ્યક્તિ…

{શું તમારું હાજીઓને પાણી પીવડાવવું અને મસ્જિદે હરામની સેવા કરવી, તે વ્યક્તિના કાર્ય જેવું ગણી લીધું છે, જે વ્યક્તિ અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન લાવે} [અત્ તૌબા: ૧૯] આયત પુરી થાય ત્યાં સુધી

નૌમાન્ બિન બશીર રઝી અલ્લાહુ અન્હુમા વર્ણન કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું: હું પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મિન્બર પાસે હતો, તો એક વ્યક્તિએ કહ્યું: ઇસ્લામ લાવ્યા પછી ફક્ત હું હાજીઓને પાણી પીવડાવા સિવાય બીજો કોઈ અમલ ન્ કરું તો મને કોઈ વાંધો નથી, બીજા વ્યક્તિએ કહ્યું: ઇસ્લામ લાવ્યા પછી હું ફક્ત મસ્જિદે હરામને આબાદ કરું તો મને કોઈ વાંધો નથી, ત્રીજા વ્યક્તિએ કહ્યું: તમે જે કંઈ કહ્યું તેના કરતા અલ્લાહના માર્ગમાં જીહાદ કરવું શ્રેષ્ઠ છે, ઉમર રઝી અલ્લાહુ અન્હુએ તેમને ઠપકો આપ્યો અને ચૂપ કરાવ્યા, અને કહ્યું: પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મિન્બર પાસે અવાજ ઊંચો ન કરો, (પછી કહ્યું કે) તે શુક્રવારનો દિવસ હતો, પરંતુ (જુમ્મા પહેલા વાર્તાલાપ કરવા સિવાય) જુમ્માની નમાઝ પછી હું આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે પૂછી જોઇશ, જેના વિશે તમે ઝઘડો કરી રહ્યા છો, તો આ સમયે અલ્લાહ તઆલાએ આ આયત ઉતારી, જે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સંભળાવી: {શું તમારું હાજીઓને પાણી પીવડાવવું અને મસ્જિદે હરામની સેવા કરવી, તે વ્યક્તિના કાર્ય જેવું ગણી લીધું છે, જે વ્યક્તિ અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન લાવે} [અત્ તૌબા: ૧૯] આયત પુરી થાય ત્યાં સુધી.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નૌમાન બિન્ બશીર રઝી અલ્લાહુ અન્હુએ વર્ણન કર્યું કે તેઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મિન્બર પાસે બેઠા હતા, એક વ્યક્તિનો અવાજ સાંભળ્યો તેણે કહ્યું: હું ઇસ્લામ લાવ્યા પછી ફક્ત હાજીઓને પાણી પીવડાવું અને બીજો કોઈ અમલ ન કરું તો મને કંઈ વાંધો નથી. બીજા વ્યક્તિએ કહ્યું: ઇસ્લામ લાવ્યા પછી હું ફક્ત મસ્જિદે હરામને આબાદ કરું, તો મને કોઈ વાંધો નથી, ત્રીજા વ્યક્તિએ કહ્યું: તમે જે કંઈ કહ્યું તેના કરતા અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરવું શ્રેષ્ઠ છે. તો ઉમર રઝી સલ્લલ્લાહુ અલ્લાહુ અન્હુએ તેમને ઠપકો આપ્યો અને ચૂપ કરાવ્યા, અને કહ્યું: પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મિન્બર પાસે અવાજ ઊંચો ન કરો, (પછી કહ્યું કે) તે શુક્રવારનો દિવસ હતો, પરંતુ (જુમ્મા પહેલા વાર્તાલાપ કરી રહ્યા હતા) જુમ્માની નમાઝ પછી હું આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પૂછી જોઇશ, જેના વિશે તમે ઝઘડો કરી રહ્યા છો, તો તે સમયે અલ્લાહ તઆલાએ આ આયત ઉતારી, જે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સંભળાવી: {શું તમારું હાજીઓને પાણી પીવડાવવું અને મસ્જિદે હરામની સેવા કરવી, તે વ્યક્તિના કાર્ય જેવું ગણી લીધું છે, જે વ્યક્તિ અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન લાવે અને અલ્લાહના માર્ગમાં જિહાદ કરે? અલ્લાહની નજીક તેઓ સમાન નથી, અને જાલીમોને અલ્લાહ હિદાયતનો માર્ગ નથી બતાવતો}. [અત્ તૌબા: ૧૯].

فوائد الحديث

સારા કાર્યોના બદલો અને સવાબ અલગ અલગ હોય છે.

કાર્યોનો નિર્ણય ઇસ્લામિક શરીઅત પ્રમાણે નક્કી કરવામાં આવે છે, લોકોના અર્થઘટન અનુસાર નહીં.

અલ્લાહ પર ઇમાન અને આખિરત પર ઇમાન લાવ્યા પછી અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરવાની મહત્ત્વતા.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: શુક્રવાર અને અન્ય દિવસોમાં મસ્જિદોમાં અવાજ ઊંચો કરવો નાપસંદ છે, અને જ્યારે લોકો નમાઝ માટે ભેગા થાય ત્યારે જાણી જોઈને કે અજાણતામાં અવાજ ઊંચો ન કરવો જોઈએ; કારણ કે તે તેમને અને નમાઝ પઢનાર તેમજ ઝિક્ર કરનારને ખલેલ થાય છે.

التصنيفات

કુરઆન ઉતરવાના કારણો, જુમ્માના ખુતબા માટેના આદેશો