જે વ્યક્તિ આળસ કરતા સતત ત્રણ શુક્રવારની નમાઝ છોડી દે, અલ્લાહ તઆલા તેના દિલ પર મહોર લગાવી દે છે

જે વ્યક્તિ આળસ કરતા સતત ત્રણ શુક્રવારની નમાઝ છોડી દે, અલ્લાહ તઆલા તેના દિલ પર મહોર લગાવી દે છે

અબુ જઅદ અઝ્ ઝમ્રી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે કરે છે, તેઓ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સાથીઓ માંથી હતા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ આળસ કરતા સતત ત્રણ શુક્રવારની નમાઝ છોડી દે, અલ્લાહ તઆલા તેના દિલ પર મહોર લગાવી દે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [رواه أبو داود والترمذي والنسائي وابن ماجه وأحمد]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જુમ્માની નમાઝ છોડનારને સખત ચેતવણી આપી છે, અને જે વ્યક્તિ કોઈ પણ યોગ્ય કારણ વગર આળસ અને સુસ્તી કરતા સતત ત્રણ જુમ્માની નમાઝ છોડેશે, તો અલ્લાહ તેના દિલ પર મહોર અને પડદો લગાવી દે છે, જેથી તેનું દિલ ભલાઈને સ્વીકારતું નથી.

فوائد الحديث

ઈબ્ને મુન્ઝિર રહિમહુલ્લાહએ જુમ્માની નમાઝ ફરજે ઐન (દરેક પર અનિવાર્ય) હોવા પર ઈજમાઅ (એકમત) વર્ણન કર્યો છે.

આળસ રૂપે જુમ્માની નમાઝ છોડનાર માટે સખત ચેતવણી કે અલ્લાહ તેના દિલ પર મહોર લગાવી દે છે.

જો કોઈ વ્યક્તિ કોઈ યોગ્ય કારણસર જુમ્માની નમાઝ છોડશે, તો આ ચેતવણી તેના પર લાગું પડતી નથી.

ઈમામ શૌકાની રહિમહુલ્લાહએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: (ત્રણ જુમ્માની નમાઝ), તેનો અર્થ એ કે જુમ્માની નમાઝને કોઈ પણ કારણે છોડવામાં આવે, ભલેને સતત હોય કે અલગ અલગ, ભલે દર વર્ષે એક જુમ્મા છોડવામાં આવે, ત્રીજી જુમ્મા પછી અલ્લાહ તઆલા તેના દિલ પર મહોર લગાવી દે છે, જેમકે હદીષના સ્પસ્ટ અર્થ દ્વારા જાણવા મળે છે, અને તે સતત ત્રણ જુમ્મા છોડવી પણ હોય શકે છે.

التصنيفات

Virtue of Friday