إعدادات العرض
પેન્ટ અથવા સલવારનો જે ભાગ ઘૂંટીની નીચે હશે, તે ભાગ આગમાં હશે
પેન્ટ અથવા સલવારનો જે ભાગ ઘૂંટીની નીચે હશે, તે ભાગ આગમાં હશે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પેન્ટ અથવા સલવારનો જે ભાગ ઘૂંટીની નીચે હશે, તે ભાગ આગમાં હશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]
الترجمة
العربية Tiếng Việt অসমীয়া Bahasa Indonesia Nederlands Kiswahili Hausa සිංහල ไทย English Magyar ქართული Românăالشرح
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દરેક પુરુષને ચેતવણી આપી છે કે તેઓ તે દરેક કપડું જે શરીરના નીચા ભાગમાં પહેરવામાં આવતું હોય, જેવું કે સલવાર, પેન્ટ, અથવા કોઈ પણ કપડું તેને ઘૂંટીથી નીચે ન પહેરવું જોઈએ, જો તેનું કપડું ઘૂંટીની નીચે હશે, તો એટલા ભાગની સજા જહન્નમની સજા હશે.فوائد الحديث
પુરુષોને ઘૂંટીની નીચે કપડું પહેરવાથી રોક્યા છે, અને એ કે તે કબીરહ ગુનાહ (મહા પાપ) માંથી છે.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: જરૂરતના સમયે કપડાને ઘૂંટીની નીચે લટકાવી શકીએ છીએ, ઉદાહરણ તરીકે કોઈને ઘૂંટી પર જ કોઈ ઇજા થઇ હોય અને ઝખ્મ થઈ ગયું હોય અને તે જગ્યાએ તેને માખીઓ પરેશાન કરતી હોય તો તે કપડાં વડે ઢાંકી શકે છે.
આ આદેશ ફક્ત પુરુષો માટે ખાસ છે, કારણકે સ્ત્રીઓને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ પોતાના કપડું ઘૂંટીની નીચે લાંબુ કરીને પહેરે.
التصنيفات
અલ્ લિબાસુ વઝ્ ઝિનહ