જે વ્યક્તિ પાસે કોઈ જાનવર હોય અને તે તેની કુરબાની કરવા ઈચ્છતો હોય તો તે ઝિલ્ હિજ્જહના ચાંદ દેખાઈ ગયા પછી ઈદુલ્…

જે વ્યક્તિ પાસે કોઈ જાનવર હોય અને તે તેની કુરબાની કરવા ઈચ્છતો હોય તો તે ઝિલ્ હિજ્જહના ચાંદ દેખાઈ ગયા પછી ઈદુલ્ અઝ્હા સુધી પોતાના વાળ અને નખ ન કાપે

ઉમ્મુલ્ મુઅમિનીન આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)ની પત્ની ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «જે વ્યક્તિ પાસે કોઈ જાનવર હોય અને તે તેની કુરબાની કરવા ઈચ્છતો હોય તો તે ઝિલ્ હિજ્જહના ચાંદ દેખાઈ ગયા પછી ઈદુલ્ અઝ્હા સુધી પોતાના વાળ અને નખ ન કાપે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ આદેશ આપ્યો કે જે વ્યક્તિ ઈદુલ્ અઝ્હાના દિવસે જાનવરની કુરબાની કરવા ઇચ્છતો હોય, તો તેણે ઝિલ્ હિજ્જહનો ચાંદ દેખાઈ ગયા પછી ઈદુલ્ અઝ્હા સુધી પોતાના માથા, બગલ અને નાભીની નીચેના વાળ ન કાપવા જોઈએ અને ન તો હાથ પગના નખ કાપે.

فوائد الحديث

જે વ્યક્તિ ઝિલ્ હિજ્જહના પહેલા દસ દિવસ શરૂ થયા પછી કુરબાની કરવાનો ઈરાદો કરે તો તેણે ત્યારથી જ રુકી જવું જોઈએ જ્યારથી તેણે જ્યારથી નિયત કરી હોય ત્યાં થી લઈ ઈદુલ્ અઝ્હા સુધી.

જો તે પહેલા દિવસે કુરબાની ન આપે તો ઈદુલ્ અઝ્હાના દિવસોમાં પોતાની કુરબાની આપતા સુધી વાળ અને નખ કપવાથી રુકી જાય.

التصنيفات

કુરબાની