કયામત ત્યાં સુધી સ્થાપિત નહીં થાય જ્યાં સુધી લોકો મસ્જિદ (ના શરગાણ બાબતે) અભિમાન ન કરવા લાગે

કયામત ત્યાં સુધી સ્થાપિત નહીં થાય જ્યાં સુધી લોકો મસ્જિદ (ના શરગાણ બાબતે) અભિમાન ન કરવા લાગે

અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કયામત ત્યાં સુધી સ્થાપિત નહીં થાય જ્યાં સુધી લોકો મસ્જિદ (ના શરગાણ બાબતે) અભિમાન ન કરવા લાગે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું: ખરેખર કયામત નજીક આવવાની અને દુનિયા ખત્મ થવાની નિશાની એ છે કે લોકો પોતાની મસ્જિદના શણગાર બાબતે અભિમાન કરશે, અથવા મસ્જિદની અંદર પોતાના દુનિયાના વૈભવી જીવન વિશે અભિમાન કરશે, જે મસ્જિદો ફક્ત અલ્લાહના નામનું સ્મરણ કરવા માટે બનાવવામાં આવી છે.

فوائد الحديث

મસ્જિદોનો દેખાડો કરવા બાબતે પ્રતિબંધ, અને આ કાર્ય અલ્લાહ પાસે માન્ય નહીં ગણાય, કારણકે તે અલ્લાહ માટે કરવામાં નથી આવ્યું.

મસ્જિદમાં રંગો, કોતરણી અને લખાણોથી સજાવવા પર પ્રતિબંધ છે; કારણ કે તેને જોઈ નમાઝ પઢનાર વિચલિત થાય છે.

ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ અસ્તિત્વની સાક્ષીનો પુરવો છે, અને આ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના પ્રભાવશાળી મુઅજિઝા માંથી છે.

التصنيفات

મસ્જિદ માટે કેટલાક આદેશો