તમારા કરતા પહેલાના લોકોમાં એક વ્યક્તિને એક ઘા થયો હતો, તેનાથી તે ઘા સહન ન થયો, તેણે એક છરી લીધી અને પોતાનો હાથ જ કાપી…

તમારા કરતા પહેલાના લોકોમાં એક વ્યક્તિને એક ઘા થયો હતો, તેનાથી તે ઘા સહન ન થયો, તેણે એક છરી લીધી અને પોતાનો હાથ જ કાપી નાખ્યો, તો લોહી રુક્યું નહીં અને તેને મૃત્યુ થઈ ગયું, અલ્લાહ તઆલાએ કહ્યું: મારા બંદાએ મારી પાસે આવવા માટે ઉતાવળ કરી, મેં તેના માટે જન્નત હરામ કરી દીધી

હસન રિવાયત કરે છે તેઓ કહે છે: જુન્દુબ બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ આ જ મસ્જિદમાં અમને એક હદીષ વર્ણન કરી, અત્યાર સુધી એ વાત હું ભૂલયો નથી અને ન તો મને અંદેશો છે કે જુન્દુબે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફથી જૂઠી વાત કહી હશે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા કરતા પહેલાના લોકોમાં એક વ્યક્તિને એક ઘા થયો હતો, તેનાથી તે ઘા સહન ન થયો, તેણે એક છરી લીધી અને પોતાનો હાથ જ કાપી નાખ્યો, તો લોહી રુક્યું નહીં અને તેને મૃત્યુ થઈ ગયું, અલ્લાહ તઆલાએ કહ્યું: મારા બંદાએ મારી પાસે આવવા માટે ઉતાવળ કરી, મેં તેના માટે જન્નત હરામ કરી દીધી».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે તમારા કરતા પહેલા એક વ્યક્તિને ઘા થયો હતો, તેને તેનો દુઃખાવો સહન ન થયો અને તેના પર સબર પણ ન કરી શક્યો, તેણે એક ચાકુ લીધું, અને પોતાનો હાથ જ કાપી નાખ્યો, તેણે ઉતાવળ કરી અને લોહી સતત વહેવા લાગ્યું, જેથી તેનું મૃત્યુ થઈ ગયું, અલ્લાહ તઆલાએ કહ્યું: મારા બંદાએ મારી પાસે આવવા માટે ઉતાવળ કરી, તેના પર જન્નત હરામ થઈ ગઈ.

فوائد الحديث

મુસીબત પર સબર કરવાની મહત્ત્વતા, દર્દ અને દુખાવા પર કોઈ સખત પગલું ભરવું ન જોઈએ જેના કારણે એ દુઃખ કરતા કેટલા અંશ વધારે દુઃખ ઉઠાવવું પડે.

ભલાઈ અને નેકીના હેતુથી ભૂતકાળની કોમો વિશે વાર્તાલાપ કરી શકાય છે.

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આમાં અલ્લાહના હકનું ધ્યાન રાખવું જોઈએ, અને તેણે કરેલ સર્જન પર દયાનું પણ ધ્યાન રાખવું જોઈએ, તેણે પોતાને જ કતલ કરવું હરામ કર્યું છે, કારણકે આ પ્રાણ અલ્લાહની અમાનત છે.

એવા સ્ત્રોતને અપનાવવા હરામ છે, જે માણસની જાન લઈ લે, તેમજ તેના વિષે સખત ચેતવણી પણ આપવામાં આવી છે.

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: તેણે મૃત્યુનો ઈરાદો કરી લીધો, ન કે સારવાર કરવાનો, જેનાથી તેને વધુ ફાયદો પહોંચતો.

التصنيفات

ગુનાહની નિંદા