નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચપ્પલ પહેરવામાં, કાંસકો કરવામાં અને પાકી મેળવવામાં અને દરેક કામમાં જમણી બાજુથી શરૂ…

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચપ્પલ પહેરવામાં, કાંસકો કરવામાં અને પાકી મેળવવામાં અને દરેક કામમાં જમણી બાજુથી શરૂ કરવાનું પસંદ કરતાં હતાં

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચપ્પલ પહેરવામાં, કાંસકો કરવામાં અને પાકી મેળવવામાં અને દરેક કામમાં જમણી બાજુથી શરૂ કરવાનું પસંદ કરતાં હતાં.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમના સન્માનીય કાર્યોમાં જમણી બાજુથી શરૂ કરવાને પસંદ કરતાં હતાં. તેમાંથી: ચપ્પલ પહેરવા માટે જમણા પગથી શરૂ કરતાં, પોતાના માથા અને દાઢીમાં કાંસકો કરતી વખતે તેમજ તેલ લગાવતી વખતે જમણી બાજુથી શરૂ કરતાં, વઝૂ કરતી વખતે પણ બન્ને હાથ અને પગ ધોવામાં જમણી બાજુથી શરૂ કરતાં હતા.

فوائد الحديث

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: શરીઅતનો આ એક નિરંતર નિયમ છે, કપડાં, સલવાર અને મોજા પહેરવા, મસ્જિદમાં દાખલ થવું, દાતણ કરવું, સુરમો લગાવવો, નખ કાપવા, મૂછો કાપવી, કાંસકો કરતી વખત વાળને સીધા કરવા, બગલના વાળ ઉખેડવા, મુંડન કરાવવું, નમાઝમાં સલામ ફેરવવું, પાકી મેળવવા અંગોને ધોવા, શૌચાલય માંથી નીકળતી વખતે, ખાવું-પીવું, હાથ મીલાવતી વખતે, હજરે અસ્વદ (કઅબાના પથ્થર) ને સ્પર્શ કરતી વખતે, વર્ણવેલ જેવા કાર્યો પવિત્ર અને ઇઝ્ઝતવાળા કાર્યો છે, જેના માટે જમણા હાથનો ઉપયોગ કરવો મુસ્તહબ (સારું કામ) છે, એવી જ રીતે તેના વિરુદ્ધ કાર્યો જેમકે: શૌચાલયમાં દાખલ થવું, મસ્જિદ માંથી નીકળવું, નાક સાફ કરવું, ઇસ્તિન્જા (શૌચ અથવા પેશાબ પછી પાણી વડે ગંદકી સાફ કરવી), કપડાં, સલવાર અને મોજા ઉતારવા જેવા કાર્યોમાં ડાબી બાજુનો ઉપયોગ કરવો મુસ્તહબ (જાઈઝ) છે, અને તેમાં જ ઇઝ્ઝત અને સન્માન છે.

"જમણી બાજુ પસંદ છે" જેમાં દરેક કામ જમણા હાથ, જમણા પગ અને જમણી બાજુએથી કરવુ શામેલ છે.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: વઝૂ કરતી વખતે કેટલાક અંગો જમણી બાજુથી ધોઈ નથી શકાતા; જેમકે બન્ને કાન, બન્ને હથેળીઓ, બંને ગાલ, આ અંગોની પાકી માટે એક વખત જ ધોવામાં આવે છે, બસ જેની પાસે કોઈ કારણ હોય જેમકે કોઈનો હાથ તૂટી ગયો હોય, તો જમણા હાથ વડે કરે.

التصنيفات

આપ સલ્લલાહુ અલયહી વસલ્લમનો પોશાક, આપ સલ્લલાહુ અલયહી વસલ્લમની ભેટ