જો મોમિનો પર અથવા મારી ઉમ્મત પર અઘરું ન હોત, તો હું તેમને દરેક નમાઝના સમયે મિસ્વાક (દાતણ) કરવાનો આદેશ આપતો

જો મોમિનો પર અથવા મારી ઉમ્મત પર અઘરું ન હોત, તો હું તેમને દરેક નમાઝના સમયે મિસ્વાક (દાતણ) કરવાનો આદેશ આપતો

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જો મોમિનો પર અથવા મારી ઉમ્મત પર અઘરું ન હોત, તો હું તેમને દરેક નમાઝના સમયે મિસ્વાક (દાતણ) કરવાનો આદેશ આપતો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જો તેમને પોતાની ઉમ્મત માંથી મોમિનો પર સખતીનો ભય ન હોત, તો તેમને દરેક નમાઝના સમયે મિસ્વાક (દાતણ) કરવાનો આદેશ આપતા.

فوائد الحديث

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો પોતાની ઉમ્મત સાથે નરમી ભર્યો વ્યવહાર, અને પોતાની ઉમ્મતને મુશ્કેલમાં પાડવાનો ભય.

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આદેશમાં વાસ્તવિકતા એ છે કે તે વાજિબ (અનિવાર્ય) છે, જ્યાં સુધી તેને નફિલ હોવાની દલીલ ન મળી આવે.

મિસ્વાક (દાતણ) કરવું મુસ્તહબ છે, અને દરેક નમાઝના સમયે મિસ્વાક (દાતણ) કરવાની મહત્ત્વતા.

ઈમામ ઈબ્ને દકીક અલ્ ઈદે કહ્યું: દરેક નમાઝના સમયે મિસ્વાક કરવાનો આદેશ એટલા માટે આપવામાં આવ્યો કે તે સમયે તે અલ્લાહની નજીક હોય છે, અને બીજો હેતુ એ પણ છે કે ઈબાદતની મહાનતા માટે કે તે એ સ્થિતિમાં સંપૂર્ણ પાક રહે.

આ હદીષનો સામાન્ય અર્થ એ છે કે રોઝેદાર માટે ઝવાલ (સૂર્યના ઢળવા) પછી પણ મિસ્વાક (દાતણ) કરવું જાઈઝ છે, જેમકે ઝોહર અને અસરની નમાઝ.

التصنيفات

પ્રસંશનીય આદતો