إعدادات العرض
હું આ ઝંડો એવા વ્યક્તિને આપીશ, જે અલ્લાહ અને તેના રસૂલથી મોહબ્બત કરે છે, અલ્લાહ તેના હાથ વડે વિજય અપાવશે
હું આ ઝંડો એવા વ્યક્તિને આપીશ, જે અલ્લાહ અને તેના રસૂલથી મોહબ્બત કરે છે, અલ્લાહ તેના હાથ વડે વિજય અપાવશે
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હું આ ઝંડો એવા વ્યક્તિને આપીશ, જે અલ્લાહ અને તેના રસૂલથી મોહબ્બત કરે છે, અલ્લાહ તેના હાથ વડે વિજય અપાવશે», ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તે એક દિવસ સિવાય મેં ક્યારેય પ્રતિષ્ઠતાની ઈચ્છા નથી કરી, બસ એ આશા કરતા કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફથી મળેલ ખુશખબરનો હકદાર હું બની જઉં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અલી બિન અબી તાલિબને બોલાવ્યા, અને તેમને ઝંડો આપ્યો, અને કહ્યું: «જાઓ અને પાછળ ન જોશો અહીં સુધી કે અલ્લાહ તમને વિજય ન આપી દે», તેઓ ઝંડો લઈ આગળ વધ્યા, સહેજ આગળ જતાં જ પાછળ જોયા વગર ઉભા રહ્યા અને જોરથી કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું લોકો સાથે કંઈ વાત પર યુદ્ધ કરું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે લડો અહીં સુધી કે તે લોકો ગવાહી ન આપે કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને એ કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના રસૂલ છે, જો તેઓ આ વાતનો એકરાર કરી લે તો તેઓએ તમારા તરફથી પોતાની જાન અને માલની સુરક્ષા કરી લીધી, સિવાય કોઈ હક તેમના પર હોય અને અલ્લાહ તે સૌનો હિસાબ લેશે».
الترجمة
العربية Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Hausa Kurdî Português සිංහල Nederlands অসমীয়া Tiếng Việt Kiswahili پښتو Oromoo አማርኛ ไทย Română മലയാളം नेपाली Deutsch Кыргызча ქართულიالشرح
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે આવતીકાલે અલ્લાહ મુસલમાનોની મદિનહની નજીક ખૈબરમાં રહેતા યહૂદીઓ વિરુદ્ધ મદદ કરશે, અને એક એવા વ્યક્તિને ઝંડો આપશે, જેના દ્વારા વિજય પ્રાપ્ત થશે, ઝંડો જેને કોઈ કોમ પોતાના પ્રતિક તરીકે ઉપયોગ કરે છે, અને તે વ્યક્તિના ગુણ જણાવતા કહ્યું કે તે અલ્લાહ અને તેના પયગંબર સાથે મોહબ્બત કરતો હશે, અને અલ્લાહ અને તેનો પયગંબર પણ તેની સાથે મોહબ્બત કરતાં હશે. ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું, ફક્ત તે દિવસ મારા દિલમાં આ ભવ્ય તકની ઈચ્છા થઈ; તે ખુશખબરને ધ્યાનમાં રાખતા કે તેનાથી અલ્લાહ અને તેનો રસૂલ મોહબ્બત કરે છે, ઉમર રઝી અલ્લાહુ અન્હુ ઉભા થઇ થઈ જોવા લાગ્યા એ આશા કરી કે મુહમ્મદ તેમને આ તકનો મોકો આપશે, અને તેમને બોલાવશે, અને ઝંડો તેમના હાથમાં આપશે. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અલી બિન અબી તાલિબને બોલાવ્યા અને ઝંડો આપ્યો, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આદેશ આપ્યો કે તે લશ્કર લઈ આગળ વધે, અને ત્યાં સુધી પાછા ન આવતા જ્યાં સુધી અલ્લાહ તમને વિજય ન આપી દે, અલી રઝી અલ્લાહુ અન્હુ આગળ વધ્યા, આગળ જઈ ઉભા રહ્યા અને પાછળ જોયા વગર જ ઉભા રહી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપેલ આદેશનો વિરોધ ન કરતા, બુલંદ અવાજે કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું લોકો સાથે કંઈ વાત પર યુદ્ધ કરું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે યુદ્ધ કરો જ્યાં સુધી તેઓ ગવાહી ન આપે કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, અને એ કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના રસૂલ છે, જ્યારે તેઓ જવાબ આપે અને ઇસ્લામનો સ્વીકાર કરી લે, તો તેમની જાન અને માલ તમારા માટે હરામ છે, સિવાય કોઈ યોગ્ય કારણસર, અર્થાત્ તેઓ કોઈ એવું કૃત્ય ન કરે, જેના કારણે ઇસ્લામમાં તેની સજા કતલ હોય, તો પછી તેમનો હિસાબ અલ્લાહ લેશે.فوائد الحديث
સહાબાઓ પદની ઈચ્છા નહતા કરતા, કારણકે તે ખૂબ જ મોટી જવાબદારી છે.
જે વસ્તુની ભલાઈ યકીની હોય તેની ઈચ્છા અને આશા કરવી જાઈઝ છે.
ઇમામ લશ્કરના કમાન્ડરને માર્ગદર્શન આપી શકે છે કે યુદ્ધ દરમિયાન કંઈ રીતે યુદ્ધ કરવું.
સહાબાઓની આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપેલ આદેશ પર અમલ કરવાની ઉત્સુકતા.
જે વસ્તુ બાબતે શંકા હોય કે શું માંગવામાં આવી રહ્યું છે તો તેની બાબતે સવાલ કરી લેવો જોઈએ.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નુબુવ્વતની નિશાનીઓ માંથી એક, યહૂદીઓ પર વિજય, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખેબર પર વિજયની ખુશખબર જણાવી.
જે વસ્તુનો આદેશ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપ્યો છે, તેને કરવાની હિંમત અને પહેલ કરવી.
જે વ્યક્તિ શહાદતેનનો એકરાર કરી લે તેમનું કતલ કરવું જાઈઝ નથી, જો કે તેઓ ઇસ્લામ વિરુદ્ધ કોઈ એવું કાર્ય કરે, જેની સજા રૂપે ઇસ્લામે કતલ જાહેર કરી હોય.
ઇસ્લામના આદેશો લોકો પર તેમની જાહેરમાં સ્થિતિ જોઈ લાગુ પડશે, તેમના ભેદ તો ફક્ત અલ્લાહ જ જાણે છે.
જિહાદનો સૌથી મોટો હેતુ લોકોને ઇસ્લામમાં દાખલ કરવા છે.
التصنيفات
સહાબા રઝી અલ્લાહુ અન્હુમની મહત્ત્વતા