ઘણી સ્ત્રીઓ પોતાના પતિઓની ફરિયાદ લઈ મુહમ્મદની પત્નીઓ પાસે તેમના પતિઓની ફરિયાદ લઈ આવે છે, યાદ રાખો! તેઓ તમારા માંથી…

ઘણી સ્ત્રીઓ પોતાના પતિઓની ફરિયાદ લઈ મુહમ્મદની પત્નીઓ પાસે તેમના પતિઓની ફરિયાદ લઈ આવે છે, યાદ રાખો! તેઓ તમારા માંથી સારા લોકો નથી

ઇયાસ બિન્ અબ્દુલ્લાહ બિન્ અબૂ ઝુબાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહની બંદીઓ (અર્થાત્ પોતાની પત્નીઓ) ને ન મારો», આ આદેશ પછી ઉમર રઝી અલ્લાહુ અન્હુ અલ્લાહના પયગંબર પાસે આવ્યા અને કહ્યું: સ્ત્રીઓ પોતાની પતિઓ પ્રત્યે નીડર થઈ ગઈ છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેણીઓને મારવાની પરવાનગી આપી દીધી, ત્યાર પછી ઘણી સ્ત્રીઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પત્નીઓ પાસે પોતાના પતિઓને ફરિયાદ લઈ આવી કે તેઓ તેણીઓને ખૂબ મારે છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ઘણી સ્ત્રીઓ પોતાના પતિઓની ફરિયાદ લઈ મુહમ્મદની પત્નીઓ પાસે તેમના પતિઓની ફરિયાદ લઈ આવે છે, યાદ રાખો! તેઓ તમારા માંથી સારા લોકો નથી».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની પત્નીઓને મારવા પર રોક લગાવી છે, ઉમર બિન્ ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવી આવ્યા અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! સ્ત્રીઓ તેમના પતિઓ પ્રત્યે ઘણી નીડર થઈ ગઈ છે અને આ સારી આદત નથી. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેણીઓને એવી રીતે મારવાની પરવાનગી આપી જે કઠીન ન હોય અને યોગ્ય કારણ સાથે હોય, જેમકે પતિના અધિકારો પુરા ન પાડવા અને અવજ્ઞા કરવી. તો પછી કેટલીક સ્ત્રીઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પત્નીઓ પાસે પોતાના પતિઓના વધારે મારવાની ફરિયાદ લઈને આવી અને તેઓ આ છૂટનો દુરુપયોગ કરી રહ્યા છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ કહ્યું: જે લોકો પોતાની પત્નીઓને સખત માર મારતા હોય છે, તેઓ સારા લોકો નથી.

فوائد الحديث

આ હદીષમાં સ્ત્રીઓ સાથે સારો વ્યવહાર કરવાના ગુણની સ્પષ્ટતા સમજાવવા અને તેમની સાથે ધીરજ રાખવી અને તેણીઓ જે ભૂલો કરે છે, તેની અવગણના કરવી તે તેમને મારવા કરતાં વધુ સારું છે.

અલ્લાહ તઆલાએ સ્ત્રીઓની અવજ્ઞા પર મારવાનો હક અંતિમ તબક્કે જણાવ્યો, જેવું કે અલ્લાહ તઆલાએ કહ્યું: (અને જે સ્ત્રીઓની અવજ્ઞા અને ખરાબ વિચાર નો તમને ભય હોય, તો તેણીઓને શિખામણ આપો, (અને જો તેણીઓ ન સમજે) તો તેણીઓની પથારી અલગ કરી દો (પછી પણ ન સમજે) તો તેણીઓને મારો, પછી જો તે તમારી વાત માની લે, તો તેણીઓ માટે અત્યાચાર કરવાનો કોઇ માર્ગ ન શોધો, નિ:શંક અલ્લાહ તઆલા ઘણો જ ઉચ્ચ અને મોટો છે) [અન્ નિસા: ૩૪], તેમાં ત્રણ અલગ અલગ તબક્કાનું વર્ણન થયું છે, અને એક જ સમયે આ ત્રણેય ઉપાય લાગુ પાડવામાં ન આવે, ભલામણ કરવી જોઈએ, અલ્લાહના આદેશોનું વર્ણન કરવું, જો આ ઉપાય ફાયદો પહોંચાડે, તો અલ્ હમ્દુ લિલ્લાહ, જો તેમાં પણ ન માને, તો પથારી અલગ કરી લેવી, જો આ ઉપાય પણ કામ ન કરે તો અદબ શીખવાડવા માટે હલકો માર મારી શકાય છે, બદલો લેવા માટે નહીં.

વ્યક્તિ પોતાના ઘરનો જવાબદાર છે, તેથી તેણે સારી રીતે ભલામણ કરવી અને હિકમત સાથે તેમની તરબીયત કરવી જોઈએ.

કોઈ આલિમ પાસે તેના ફતવા (ધાર્મિક અભિપ્રાય) વિષે સવાલ કરવો અને સમીક્ષા કરવી માન્ય છે, તેના પરિણામ જાણવા માટે.

જો ફરિયાદીને નુકસાન થતું હોય, તો તે આગેવાન અથવા આલિમને ફરિયાદ કરી શકે છે.

التصنيفات

મહત્ત્વતાઓ અને અદબો, પતિપત્ની વચ્ચેનું જીવન