إعدادات العرض
મહત્ત્વતાઓ અને અદબો
મહત્ત્વતાઓ અને અદબો
1- શું હું તમને સૌથી મોટા ગુનાહ વિશે ન જણાવું?
2- જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ભાઈ સાથે મોહબ્બત કરે તો તે તેને જણાવી દે કે તે તેનાથી મોહબ્બત કરે છે
3- કબીરહ ગુનાહો: અલ્લાહ સાથે શિર્ક કરવું, માતા-પિતાની અવજ્ઞા કરવી, નાહક કતલ કરવું, જૂઠી કસમ ખાવી
5- સાત નષ્ટ કરી દેનારી વસ્તુઓથી બચો
8- તો અલ્લાહ તેને જન્નતમાં પ્રવેશ આપશે, ભલેને તેના અમલ કેવા પણ હોય
11- સૌથી શ્રેષ્ઠ ઝિક્ર "લા ઇલાહ ઈલ્લ્લાહ" અને સૌથી શ્રેષ્ઠ દુઆ “અલ્ હમદુ લિલ્લાહ” છે
12- જન્નત, તમારા ચપ્પલના તળિયાથી પણ વધારે નજીક છે અને એવી જ રીતે જહન્નમ પણ
15- જહન્નમને મનેચ્છાઓ વડે ઢાંકી લેવામાં આવી છે અને જન્નતને અનિચ્છનીય વસ્તુઓથી ઢાંકી લેવામાં આવી છે
19- જ્યારે બે મુસલમાન પોતાની તલવારો લઈ એકબીજા વિરુદ્ધ લડે તો કતલ કરનાર અને કતલ થનાર બન્ને જહન્નમી બનશે
20- નિઃશંક હલાલ પણ સ્પષ્ટ છે અને હરામ પણ સ્પષ્ટ છે
21- નિઃશંક અલ્લાહ તઆલાએ દરેક વસ્તુને સારી રીતે કરવાનો આદેશ આપ્યો છે
23- કાર્યોનો આધાર નિયતો પર છે, જે વ્યક્તિની જેવી નિયત હશે તે પ્રમાણે તેને બદલો આપવામાં આવશે
24- ગુસ્સો ન કર
26- એક બંદાએ ગુનોહ કર્યો પછી કહે છે: હે અલ્લાહ તું મારા ગુનાહ માફ કરી દે
27- ઇન્સાફ કરવાવાળા અલ્લાહ પાસે જમણી બાજુ નૂરના મિંબરો પર હશે, અને તેના બન્ને હાથ જમણા જ છે
30- નિઃશંક કેટલાક લોકો અલ્લાહના માલમાં અવૈદ્ય રીતે ખર્ચ કરે છે, આવા લોકો માટે કયામતના દિવસે જહન્નમ છે
31- ખોટા અનુમાન કરવાથી બચો; કારણકે અનુમાન ઘણી વખતે જૂઠા પડતા હોય છે
33- કોઈ પણ નેકીના કામને તુચ્છ ન સમજો, ભલેને તમારે પોતાના ભાઈ સાથે હસતા મોઢે મુલાકાત કરો
34- શક્તિશાળી તે નથી, જે પહેલવાન હોય, પરંતુ શક્તિશાળી તે છે, જે ગુસ્સાના સમયે પોતાના પર કાબુ ધરાવતો હોય
35- જે વ્યક્તિએ કોઈને કોઈ ભલાઈ તરફ માર્ગદર્શન આપ્યું તો તેને પણ નેકી કરવાવાળા જેટલો જ સવાબ મળશે
36- મૃતકો માટે અપશબ્દો ન કહો, એટલા માટે કે જે તેમણે આગળ મોકલ્યું તે તેમને મળી ગઈ
38- સંબંધ તોડવાવાળો જન્નતમાં દાખલ નહીં થાય
39- ચાડી કરનાર જન્નતમાં દાખલ નહીં થાય
41- બંદો પોતાના પાલનહારની સૌથી નજીક સિજદાની સ્થિતિમાં હોય છે, તો તમે તે સ્થિતિમાં ખુબ જ દુઆઓ કરો
42- જે કોઈ અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે તો તે સારી વાત કહે અથવા ચૂપ રહે
43- જે લોકો પર રહેમ નથી કરતો તો તેના પર સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ પણ રહેમ નથી કરતો
44- અલ્લાહની સૌથી નજીક દુષ્ટ વ્યક્તિ તે છે, જે હમેંશા ઝઘડો કરવાવાળો હોય
48- દુઆ જ ઈબાદત છે
50- બે એવા વાક્યો, જે (અલ્લાહ) ને ઘણા પ્રિય છે, જે જબાન પર (બોલવા માટે) ખૂબ સરળ, ત્રાજવામાં વજનદાર
51- અલ્લાહની નજીક દુઆ કરતા વધારે સન્માનજનક કોઈ વસ્તુ નથી
55- અલ્લાહ તઆલા જેની સાથે ભલાઈનો ઈરાદો કરે છે, તો અલ્લાહ તઆલા તેને દીનની સમજ આપે છે
57- આપ ﷺ ખુશ્બુ (અત્તર) પરત કરતાં ન હતા
62- તમારા માંથી સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તે છે, જેના અખ્લાક (ચરિત્ર) સૌથી સારા હોય
63- નિઃશંક અલ્લાહ તઆલા જાલિમને મહેતલ આપે છે, પરંતુ જ્યારે તેને પકડે છે, તો પછી છોડતો નથી
64- મેં મારા ગયા પછી કોઈ એવો ફિતનો નથી છોડ્યો, જે પુરુષો માટે સ્ત્રીઓ કરતા વધારે નુકસાનકારક હોય
65- આસાની પેદા કરો અને સખતીમાં ન નાખો, ખુશખબર આપો, નફરત ન ફેલાવો
69- જે વ્યક્તિ રાત્રે સૂરે બકરહની છેલ્લી બે આયતો પઢી લે તો તે બંને આયતો તેના પૂરતી થઈ જાય છે
72- નબી ﷺ એ કઝઅ (અડધા માથાના વાળ છોડી દેવા અને અડધા માથાના વાળછોડી દેવા) કરવાથી રોક્યા છે
75- હે બાળક ! બિસ્મિલ્લાહ પઢો, જમણા હાથ વડે ખાઓ, અને પોતાની બાજુથી ખાઓ
81- બે શક અલ્લાહ તઆલા કયામતના દિવસે સમગ્ર સર્જન સામે મારી કોમના એક વ્યક્તિને બહાર કાઢશે
82- જ્યારે અલ્લાહ તઆલાએ જન્નત અને જહન્નમ બનાવી તો જિબ્રઈલ અલૈહિસ્ સલામને તેની તરફ મોકલ્યા
91- તેને રહેવા દો, મેં બન્ને મોજા વુઝુની સ્થિતિમાં પહેર્યા હતા
127- મારી કોમના દરેક લોકોને માફ કરી દેવામાં આવશે, સિવાય તે લોકોના જેઓ જાહેરમાં ગુનાહ કરે છે
133- તે વ્યક્તિનું ઉદાહરણ, જે પોતાના પાલનહારને યાદ કરે છે અને જે યાદ નથી કરતો, જીવિત અને મૃતક જેવું છે
159- અલ્લાહ પાસે શક્તિશાળી મોમિન કમજોર મોમિન કરતા શ્રેષ્ઠ અને પ્રિય છે, હા, ભલાઈ તો બંને લોકોમાં છે,
161- સય્યદુલ્ ઇસ્તિગફાર
177- જ્યારે જન્નતી લોકો જન્નતમાં જતા રહેશે, તો કહ્યું:અલ્લાહ તઆલા તેમને કહેશે: હજુ કઈ વધારે ઈચ્છા કરી?
180- એક પુરુષ બીજા પુરુષના ગુપ્તાંગ તરફ ન જુએ, અને ન તો કોઈ સ્ત્રી બીજી સ્ત્રીના ગુપ્તાંગ તરફ જુએ
189- કયામતના દિવસે મોત એક કાબરચીતરા ઘેટાંના સ્વરૂપમાં લાવવામાં આવશે
190- તમારી (દુનિયાની આગ) જહન્નમની આગનો સિત્તેરમો ભાગ છે
191- જે વ્યક્તિ મારા તરફથી જાણી જોઈને જુઠ્ઠું બોલે તો તે વ્યક્તિ પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે
192- આપ ﷺ એ કોઈ વાતનું કર્યું, અને કહ્યું: «આ ત્યારે થશે, જ્યારે ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે
193- તમે ઇલ્મને આલિમો સામે બડાઈ મારવા ન શીખો, અને ન તો મૂર્ખ લોકો સાથે તકરાર કરવા માટે શીખો
194- અલ્લાહ તઆલાએ (ઇસ્લામનું) ઉદાહરણ સિરાતે મુસ્તકીમ (સાચો માર્ગ) દ્વારા આપ્યું છે
204- તમે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહો, હું કયામતના દિવસે તમારા વિશે ગવાહી આપીશ
205- {ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ} (તે દિવસે તમને નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે)
206- જ્યારે તમે મુઅઝ્ઝિનમેં સાંભળો તો તમે પણ એવું જ કહો, પછી મારા પર દરુદ પઢો