?અલ્લાહની નજીક દુઆ કરતા વધારે સન્માનજનક કોઈ વસ્તુ નથી

?અલ્લાહની નજીક દુઆ કરતા વધારે સન્માનજનક કોઈ વસ્તુ નથી

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહની નજીક દુઆ કરતા વધારે સન્માનજનક કોઈ વસ્તુ નથી».

[હસન] [આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહની નજીક દુઆ કરતા વધારે મહત્વની ઈબાદત કોઈ નથી, એટલા માટે કે બંદો પોતાની આજીજીની પુષ્ટિ કરે છે અને અલ્લાહની બેનિયાજી અને પવિત્રતાનો એકરાર કરે છે.

فوائد الحديث

દુઆની મહત્ત્વતા એ કે જે વ્યક્તિ દુઆ કરે છે તો તે અલ્લાહની મહાનતાનો એકરાર કરે છે, તેની માલદારીનો એકરાર કરે છે કે ફકીર સામે હાથ ફેલાવી શકતા નથી, અને એ કે તે સાંભળવાવાળો છે, બહેરા સામે હાથ ફેલાવી શકતા નથી, અને એ કે તે ખૂબ આપવાવાળો છે કારણકે કંજૂસ સામે તો હાથ ફેલાવી શકતા નથી, અને એ કે તે અત્યંત દયાળુ છે, કારણકે કઠોર દિલ વ્યક્તિ સામે હાથ ફેલાવી શકતા નથી, અને એ કે તે સંપૂર્ણ કુદરત ધરાવે છે કારણકે નિર્બળ સામે તો હાથ ફેલાવી શકતા નથી, અને તે ખૂબ નજીક છે કારણકે જે દૂર છે તેની સામે તો હાથ ફેલાવી શકતા નથી, અને આવા મહાન તેમજ સુંદર ગુણોનો માલિક પવિત્ર અલ્લાહ તઆલા જ છે.

التصنيفات

દુઆની મહ્ત્વતા, દુઆની મહ્ત્વતા