તમારા માંથી કોઈ પણ વ્યક્તિ પેશાબ કરતી વખતે પોતાના શિશ્નને જમણા હાથ વડે ન પકડે, ન તો હાજત પૂરી કરતી વખતે જમણા હાથ વડે…

તમારા માંથી કોઈ પણ વ્યક્તિ પેશાબ કરતી વખતે પોતાના શિશ્નને જમણા હાથ વડે ન પકડે, ન તો હાજત પૂરી કરતી વખતે જમણા હાથ વડે સાફ કરે, અને ન તો પાણી પીતી વખતે વાસણમાં શ્વાસ લે

અબૂ કતાદહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તમારા માંથી કોઈ પણ વ્યક્તિ પેશાબ કરતી વખતે પોતાના શિશ્નને જમણા હાથ વડે ન પકડે, ન તો હાજત પૂરી કરતી વખતે જમણા હાથ વડે સાફ કરે, અને ન તો પાણી પીતી વખતે વાસણમાં શ્વાસ લે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કેટલાક અદબો જણાવ્યા: માનવી પેશાબ કરતી વખતે પોતાના શિશ્નને જમણા હાથ વડે ન પકડે, અને ન તો હાજત પૂરી કર્યા પછી આગળ કે પાછળની ગંદકીને પોતાના જમણા હાથ વડે સાફ કરે, કારણકે જમણા હાથને સારા કામો માટે બનાવવામાં આવ્યો છે, એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ માનવીને પાણી પીતી વખતે વાસણમાં શ્વાસ લેવાથી પણ રોક્યો છે.

فوائد الحديث

શિષ્ટાચાર અને પાકી સફાઇ બાબતે ઇસ્લામની શ્રેષ્ટતાનું વર્ણન.

ગંદી વસ્તુઓથી બચો, જો તેને કરવી જ હોય તો ડાબા હાથ વડે કરો.

જમણા હાથની પવિત્રતા અને તેની ડાબા હાથ પર તેની મહત્ત્વતાનું વર્ણન.

ઇસ્લામી શરીઅત (કાનૂન) એક સંપૂર્ણ શરીઅત છે, અને તેના આદેશો અને ઉપદેશો જીવનના દરેક વર્ગો સમાવિષ્ટ છે.

التصنيفات

ખાવાપીવાના આદાબ, પેશાબ પાખાનાના અદબ