જે વ્યક્તિએ કોઈને કોઈ ભલાઈ તરફ માર્ગદર્શન આપ્યું તો તેને પણ નેકી કરવાવાળા જેટલો જ સવાબ મળશે

જે વ્યક્તિએ કોઈને કોઈ ભલાઈ તરફ માર્ગદર્શન આપ્યું તો તેને પણ નેકી કરવાવાળા જેટલો જ સવાબ મળશે

અબૂ મસ્ઉદ અલ્ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે: એક વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! મારી સવારીનું જાનવર જતું રહ્યું છે,અર્થાત્ મને સવારીનો બંદોબસ્ત કરી આપો, તો નબી ﷺ એ કહ્યું: «મારી પાસે કોઈ સવારી નથી», આ સાંભળી એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું તમને એવો વ્યક્તિ બતાવું છું, જે તેને સવારીનો બંદોબસ્ત કરી આપશે, તો નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ કોઈને કોઈ ભલાઈ તરફ માર્ગદર્શન આપ્યું તો તેને પણ નેકી કરવાવાળા જેટલો જ સવાબ મળશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

એક વ્યક્તિ આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું કે મારી સવારી નષ્ટ થઈ ગઈ છે, મારા માટે સવારીનો બંદોબસ્ત કરી આપો અને મને સવારી આપો જેથી હું મંજિલ સુધી પહોંચી શકું, પરંતુ આપ ﷺ એ માફી માંગી કારણકે અને કહ્યું કે મારી પાસે કોઈ સવારી નથી, એક વ્યક્તિ ત્યાં હાજર હતો, તેણે કહ્યું કે હે અલ્લાહના રસૂલ ! હું એક વ્યક્તિ વિષે જાણું છું, જે તેને સવારી આપી શકશે, આપ ﷺ એ કહ્યું કે તે તેના સવાબમાં બરાબર ભાગ મળશે, કારણકે તેણે એક જરૂરતમંદને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે.

فوائد الحديث

આ હદીષમાં ભલાઈના કામ તરફ માર્ગદર્શન આપવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

ભલાઈના કામ કરવા માટે પ્રોત્સાહન એ મુસ્લિમ સમુદાયની એકતા અને સયુક્તિનું એક કારણ છે.

અલ્લાહ સર્વશક્તિમાનની કૃપાની વિપુલતા.

આ હદીષમાં સામાન્ય કાયદો વર્ણન કર્યો છે, જેમાં દરેક નેકીના કામોનો સમાવેશ થાય છે.

માનવી જ્યારે સવાલ કરનાર વ્યક્તિની ઈચ્છા પૂરી ન કરી શકતો હોય, તો તે અન્ય વ્યક્તિ તરફ માર્ગદર્શન આપી શકે છે.

التصنيفات

પ્રસંશનીય અખલાક