જે વ્યક્તિ અલ્લાહ સાથે તે સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવ્યો ન હતો તો તે જન્નત…

જે વ્યક્તિ અલ્લાહ સાથે તે સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવ્યો ન હતો તો તે જન્નત માં દાખલ થશે અને જેણે કોઈને તેની સાથે ભાગીદાર ઠેહરાવ્યો હશે તો તે જહન્નમમાં દાખલ થશે

જાબિર બિન અબ્દુલ્લાહ રઝી. થી રિવાયત છે, તેમણે કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિ અલ્લાહ સાથે તે સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવ્યો ન હતો તો તે જન્નત માં દાખલ થશે અને જેણે કોઈને તેની સાથે ભાગીદાર ઠેહરાવ્યો હશે તો તે જહન્નમમાં દાખલ થશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિનું મૃત્યુ એ સ્થિતિમાં થાય કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવ્યો નહિ હોય, તો તેનું ઠેકાણું જન્નત છે, ભલેને તેને તેના અમુક ગુનાહોની સજા પણ કેમ ન આપવામાં આવે, અને જે વ્યક્તિ એ સ્થિતિમાં મૃત્યુ પામ્યો કે તે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવતો હતો તો તેનું ઠેકાણું હંમેશા માટે જહન્નમ હશે.

فوائد الحديث

તૌહીદની મહત્વતા કે તે હંમેશા માટે જહન્નમથી બચવાનું કારણ છે.

જન્નત અને જહન્નમ બંને બંદાથી નજીક છે અને તેમની અને બંદાની વચ્ચે ફક્ત મોત છે.

આ હદીષમાં દરેક નાના અને મોટા શિર્કથી સચેત કરવામાં આવ્યા છે, કારણકે તે જહન્નમ તરફ લઈ જાય છે.

કાર્યોનો આધાર તેના અંતિમ સ્થિતિ પર આધારિત છે.

التصنيفات

શિર્ક, જન્નત અને જહન્નમની લાક્ષણિકતા