જે લોકો પર રહેમ નથી કરતો તો તેના પર સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ પણ રહેમ નથી કરતો

જે લોકો પર રહેમ નથી કરતો તો તેના પર સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ પણ રહેમ નથી કરતો

જરીર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «જે લોકો પર રહેમ નથી કરતો તો તેના પર સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ પણ રહેમ નથી કરતો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે લોકો પર રહેમ નથી કરતો તો અલ્લાહ પણ તેના પર રહેમ નહીં કરે, મખલૂક (સર્જન) પર રહેમ કરવું તે અલ્લાહની રહેમતનું સૌથી મોટું કારણ છે.

فوائد الحديث

દરેક સર્જન માટે દયા જરૂરી છે, અહીંયા લોકોનું વર્ણન તેમના તરફ ખાસ ધ્યાન આપવા માટે કરવામાં આવ્યું છે.

અલ્લાહ અત્યંત દયાળુ છે, અને પોતાના દયાળુ બંદા પર રહેમ કરે છે, આ હકીકતમાં બંદને તેના અમલ પ્રમાણે બદલો આપવાનું એક ઉદાહરણ છે, જે પ્રમાણે તેનો અમલ હોય.

લોકો પર દયા કરવી અર્થાત્ તેમને ભલાઈ પહોંચાડવામાં આવે, તેમની પાસેથી દુષ્ટતા દૂર કરવી અને તેમની સાથે માયાળુ વર્તન કરવું શામેલ છે.

التصنيفات

પ્રસંશનીય અખલાક