તમારા માંથી સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તે છે, જેના અખ્લાક (ચરિત્ર) સૌથી સારા હોય

તમારા માંથી સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તે છે, જેના અખ્લાક (ચરિત્ર) સૌથી સારા હોય

અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ ન તો અશ્લીલ હતા અને ન તો ખરાબ વાતો કરતાં હતાં ન તો ખરાબ કાર્યો કરતાં હતા, પરંતુ નબી ﷺ કહેતા હતા: «તમારા માંથી સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તે છે, જેના અખ્લાક (ચરિત્ર) સૌથી સારા હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી ﷺ ન તો ખરાબ વાત કરતા હતા અને ન તો ખરાબ કામ કરતા હતા, ન તો આપ ﷺ જાણી જોઈને અને અજાણતામાં પણ આ કાર્ય કરતા ન હતા, પરંતુ આપ ﷺ ઉચ્ચ અખ્લાક ધરાવતા હતા. નબી ﷺ કહ્યું કે તમારા માંથી સૌથી શ્રેષ્ઠ તે છે, જેના અખ્લાક સૌથી સારા હશે, સારા અખ્લાક જેવા કે ભલાઈનો આદેશ, હસતા ચહેરાથી મળવું, લોકોને તકલીફ આપવાથી હાથ રોકી લેવા, અને સહન કરવું તેમજ લોકો સાથે સારો વ્યવહાર કરવો.

فوائد الحديث

મોમિન માટે જરૂરી છે કે તે અશ્લીલ વાતો અને અશ્લીલ કામોથી દુર રહે.

નબી ﷺ ના ઉચ્ચ અખ્લાકનું વર્ણન, આપના વ્યક્તિત્વમાં નેકી અને સારી વાતો સિવાય બીજું કંઈ જોવા નથી મળતું.

સારા અખ્લાક મુકાબલો કરવાનું સ્થાન છે, જે જેટલા સારા અખ્લાક અપનાવશે તે એટલો જ સંપૂર્ણ મોમિન ગણાશે.

التصنيفات

પ્રસંશનીય અખલાક